ગુજરાતના આ નેતાના નિવેદનથી ખળભળાટ! `જે નેતાઓ ભાજપમાં જાય છે તેઓ થોડાક જ દિવસમાં...`
Gujarat congress : કોંગ્રેસ છોડીને જે નેતા ભાજપમાં જાય છે તેઓના રંગ થોડા દિવસ પૂરતા સારા દેખાશે અને પછી એ રંગ ઊડી જશે. તે જ રીતે તેમને પસ્તાવાનો વારો આવશે. ગુજરાત અને દેશમાં જે કોંગ્રેસના ગઢ છે તે ગઢ લોકસભામાં સચવાઈને રહેશે અને દેશના ગરીબોની સરકાર કોંગ્રેસની સરકાર આવે તેવી અપેક્ષા વ્યક્ત કરી છે.
Loksabha Election 2024: હાલ તબક્કે રાજ્ય અને દેશભરમાં જે રીતે લોકસભાની ચૂંટણીનો માહોલ થયો છે તેને લઈને કેટલાક નેતાઓએ પક્ષ પલટો કર્યો છે. તેને લઈ ખાસ કરી દાંતા મતવિસ્તારના ધારાસભ્ય પક્ષ પલટા કરતા કોંગ્રેસના નેતાનો આ મામલે એક વિડિયો વાયરલ થયેલો જોવા મળી રહ્યો છે. જેમના નિવેદનથી ખળભળાટ મચી ગયો છે.
Hurun Rich List 2024: ચીનના બેઈજિંગને પછાડી એશિયાનું બિલિયોનેર કેપિટલ બન્યુ મુંબઈ!
જેમાં જણાવવામાં આવ્યું છે કે, કોંગ્રેસ છોડીને જે નેતા ભાજપમાં જાય છે તેઓના રંગ થોડા દિવસ પૂરતા સારા દેખાશે અને પછી એ રંગ ઊડી જશે. તે જ રીતે તેમને પસ્તાવાનો વારો આવશે. ગુજરાત અને દેશમાં જે કોંગ્રેસના ગઢ છે તે ગઢ લોકસભામાં સચવાઈને રહેશે અને દેશના ગરીબોની સરકાર કોંગ્રેસની સરકાર આવે તેવી અપેક્ષા વ્યક્ત કરી છે.
માર્ચ મહિનામાં આટલો વધીને આવશે કેન્દ્રીય કર્મચારીનો પગાર, જુઓ કેલકુલેશન
પક્ષ પલટો કરી ગયેલા નેતાઓ મામલે જણાવ્યું છે કે, હોળીનો રંગ એ હોળીનો રંગ છે, તે જ રીતે કોંગ્રેસ છોડીને જે નેતા ભાજપમાં જાય છે, તેઓના રંગ થોડા દિવસ પૂરતા સારા દેખાશે અને પછી એ રંગ ઊડી જશે, તે જ રીતે તેમને પસ્તાવાનો વારો આવશે અને જેવા કોંગ્રેસમાં હતા તેવા કોંગ્રેસમાં હતા તેઓ તેમને લાગશે અને તે બાબતે વધારે મારે કાંઈ કહેવાની જરૂર નથી કોંગ્રેસ તો કોંગ્રેસ છે.
ગુજરાતમાં નકલી માર્કશીટ અને બોગસ ડીગ્રી કૌભાંડમાં સૌથી મોટા ખુલાસા; આ રીતે ચાલતો ખેલ
સાથે કાંતિભાઈ ખરાડી દાંતા મતવિસ્તારના ધારાસભ્યએ પોતાને લઈને જે અટકળો ઊભી થઈ હતી તે બાબતે જણાવ્યું હતું કે એ અટકળો હું કે મારા કાર્યકર્તા નહોતા ચલાવતા પણ ભાજપના રંગમાં રંગાયેલા નેતા પેંતરા કરતા હતા જે હકીકત હતી તે મેં બતાવી છે.
સગીરાના મૃતદેહ મળ્યા બાદ મોટા ખુલાસા; આંબલી ખાવા ખેતરમા ગઈને થયો ગેંગરેપ, મળ્યું મોત