ભુજઃ ભુજના હોસ્પિટલ રોડ ઉપર આવેલી એક કચરા પેટીમાંથી બાયો મેડિકલ વેસ્ટ (હોસ્પિટલોનો કચરો) ખાઈ રહેલી ગાયના સોશિયલ મીડીયામાં વાયરલ થયેલા વીડીયોએ શહેરમાં ચકચાર મચાવી હતી. એક જાગૃત યુવાને આ વીડીયો સંદર્ભે જિલ્લા કલેકટર રેમ્યા મોહનનું ધ્યાન દોર્યું હતું. કલેક્ટરે આ અંગે તાત્કાલિક ધોરણે તપાસ કરવા માટે તંત્રને કામે લગાવ્યું હતું. 
 
ભુજમાં બાયો મેડિકલ વેસ્ટ ખાઈ રહેલી ગાયનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં લોકોમાં ભારે રોષ ફેલાયો હતો. આ વીડિયોમાં એક ગાય કચરા પેટીમાં પડેલી દવાઓની સ્ટ્રીપ, ખાલી દવાઓ-ઈન્જેક્શનના ખોખા ચાવી રહી હતી. ત્યાર પછી ગાય કચરા પેટીની બહાર દર્દીને લોહી ચડાવવા માટે વપરાયેલી લોહીની કોથળી અને તેની સ્ટ્રીપ પણ ચાવવા લાગે છે. ઉલ્લેખનીય છે કે, દર્દીની સારવારમાં વપરાયેલ મેડીકલ વેસ્ટનો એક ચોક્કસ પદ્ધતિ હેઠળ નિકાલ કરવાનો હોય છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

100 કરોડના ખર્ચે અમદાવાદ મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડ બનાવશે હાઈટેક શાળાઓ 


વાયરલ થયેલો વીડીયો જોઈને ચોંકી ઉઠેલા કલેકટર રેમ્યા મોહને નગરપાલિકા, આરોગ્ય વિભાગ તેમજ પોલીસતંત્રને તપાસ કરવા આદેશ આપ્યા હતા. કલેકટરના આદેશને પગલે ભુજ નગરપાલિકાએ ગાય જે સ્થળે કચરાપેટીમાં ફેંકેલો બાયો મેડિકલ વેસ્ટ ખાઈ રહી હતી તેની નજીકમાં આવેલી શહેરની જાણીતી વાયબલ હોસ્પિટલને નોટિસ ફટકારી હતી. આ હોસ્પિટલ પાસે બાયો મેડીકલ વેસ્ટના નિકાલ અંગેનું ભુજ નગરપાલિકાનું પ્રમાણપત્ર છે. 


આ અંગે જ્યારે હોસ્પિટલના જવાબદાર અધિકારીઓને પુછવામાં આવ્યું તો તેમણે જણાવ્યું કે, આમાં હોસ્પિટલના કોઈ કર્મચારીની બેદરકારી હશે. ફરી વખત આવું ન બને તે માટે હોસ્પિટલ મેનેજમેન્ટે ખાતરી આપી હતી. 


જૂઓ LIVE TV....


ગુજરાતના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક...