અમદાવાદ રિવરફ્રન્ટ પર NID પાછળ દિવાલ ધરાશાયી થતાં 2 મજુરનાં મોત
સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સના બાંધકામ દરમિયાન એકજેસ્ટિંગ દીવાલની નીચે વોટર ચેનલ બનાવવાની કામગીરી દરમિયાન આ ઘટના બની હતી. જેમાં કુલ ચાર મજુર દટાયા હતા, તેમાંથી 2 મજુરનાં ઘટનાસ્થળે જ મોત થઈ ગયા હતા.
અમદાવાદઃ શહેરના રિવરફ્રન્ટ(River Front) પર પાલડી ખાતે આવેલા NIDની પાછળ ચાલી રહેલા એક બાંધકામ દરમિયાન દિવાલ ધારાશાયી (Wall Collapsed) થઈ જતાં ઘટનાસ્થળે કામ કરી રહેલા ચાર મજુરમાંથી 2 મજુરનાં મોત થયા છે, જ્યારે 2 ઈજાગ્રસ્તને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
અમદાવાદના રિવરફ્રન્ટ પર NIDની પાછળ એક સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું બાંધકામ ચાલી રહ્યું હતું. અહીં, એકજેસ્ટિંગ દીવાલની નીચે વોટર ચેનલ બનાવવાની કામગીરી દરમિયાન આ ઘટના બની હતી. જેમાં કુલ ચાર મજુર દટાયા હતા, તેમાંથી 2 મજુરનાં ઘટનાસ્થળે જ મોત થઈ ગયા હતા.
Kankaria Carnival : 25થી 31 ડિસેમ્બર સુધી યોજાશે રંગારંગ કાર્યક્રમ
મૃતકોઃ (1) દિતાબેન મંગુભાઇ અને (2) સુમનબેન અંબલિયાર
ઈજાગ્રસ્તઃ (1) સાઈકુબેન રસિકભાઈ અને (2) મંગુભાઇ ઇન્દ્રસિંગ. બંને ઈજાગ્રસ્તને સારવાર માટે SVP હોસ્પિટલમાં દાખલ કરાયા છે.
ઘટના અંગે માહિતી આપતા બી ડિવિઝનના એસીપી એલ. બી. ઝાલાએ જણાવ્યું કે, "રિવરફ્રન્ટ પોલીસ સ્ટેશનની હદ અંદર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું બાંધકામ ચાલી રહ્યું છે. આ બાંધકામ દરમિયાન વોટર કેનાલની સફાઈ કરતા મજુરો પર દિવાલ ધસી પડતાં બે શ્રમિક મહિલાનાં દટાઈ જવાના કારણે મોત થયા છે. એક મહિલા અને એક પુરુષને સારવાર માટે એસવીપી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. રિવરફ્રન્ટ ઓથોરિટીની જગ્યામાં પટેલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રાઈવેટ લિમિટેડ દ્વારા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સના બાંધકામની કામગીરી ચાલી રહી હતી."
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube