અમદાવાદઃ નારોલ વિસ્તારમાં દિવાલ પડી, એકનું મોત, ચાર લોકો ઈજાગ્રસ્ત
અમદાવાદઃ અમદાવાદમાં ઓઢવ ઇમારત ધરાશાયી થવાની ઘટનાની શાહી હજી સૂકાઇ નથી ત્યા નારોલ વિસ્તારમાં દિવાલ પડવાની ઘટના બની છે. તીર્થ એવન્યુંમાં 15 ફૂટ ઉંચી દીવાલ ધરાશાયી થઇ ગઇ હતી. દીવાલ ધરાશાયી થતા એક વ્યાક્તિનું દટાઇ જવાના કારણે મોત થયું છે. તો 5 બાળકો દીવાલ નીચે દટાયા હતા. બાળકોને દિવાલના કાટમાળમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. 4 ઇજાગ્રસ્ત બાળકોને VS હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.