ઝી બ્યુરો/અમદાવાદ: ગુજરાતમાં દિવસે ને દિવસે યુવાનોમાં હાર્ટ એટેકના કેસ વધી રહ્યા છે. રાજકોટમાં છેલ્લા એક મહિનામાં હાર્ટ એટેકનાં 450 કેસ નોંધાયા છે. તેવામાં અમદાવાદમાં વધુ એક કિસ્સો નોંધાયો છે. ગુજરાતી શાળા નં 1 માં મધ્યાહન ભોજન પીરસવાનું કામ કરતા મહિલાનું હાર્ટ એટેકથી મૃત્યું થતા ખળભળાટ મચી જવા પામ્યો છે. અમદાવાદ ગ્રામ્યના વિવેકાનંદનગર વિસ્તારમાં આ ઘટના બની છે, 108 એમ્બ્યુલન્સ બોલાવી તબીબે તપાસ હાથ ધરતા મહિલા મૃત જાહેર કરાઈ હતી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સુરતમાં ફરી લાલબત્તી સમાન કિસ્સો; ગરોળી ચાવી ગયા બાદ હવે અઢી વર્ષનું બાળક પર ગરમ દાળ


સરકારનું આરોગ્ય વિભાગ પણ રાજ્યમાં વધી રહેલા હાર્ટ એટેકની ઘટનાને લઈને ચિંતીત છે. તેમજ લોકોને સાવચેતી રાખવા માટેનું સૂચન કર્યું છે. ત્યારે અમદાવાદમાં આવેલ વિવેકાનંદ નગરમાં ગુજરાતી શાળા નં.1 માં મધ્યાહન ભોજન પીરસવાનું કામ કરતી મહિલા અચાનક ભોજન પીરસતી વખતે ઢળી પડ્યા હતા. અચાનક મહિલા ઢળી પડતા સ્કૂલનાં સ્ટાફ દ્વારા તાત્કાલિકા 108 ઈમજરન્સીને જાણ કરતા 108 ની ટીમ તાત્કાલિક દોડી આવી હતી. મહિલા કર્મચારી વિવેકાનંદ નગર ગુજરાતી શાળામાં હેલ્પર તરીકે નોકરી કરતા હતા.


આ પ્રકારનો પ્રથમ કેસ! અમદાવાદમાં હાઈબ્રીડ ગાંજા કેસમાં મોટો ખુલાસો, આ રીતે કરતો ધંધો


આ ઘટના અંગેની જાણ સ્કૂલનાં સ્ટાફને કરતા સ્કૂલનાં સ્ટાફે તાત્કાલિકા ઈમરજન્સી 108 ને જાણ કરી હતી. જે બાદ તબીબ દ્વારા સૌ પ્રથમ પ્રાથમિક સારવાર આપી હ્રદય ધબકતું કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. પરંતું તેનાથી કંઈ પરિણામ ન આવતા. 108 નાં તબીબ દ્વારા તેઓની તપાસ કરતા મહિલાને મૃત જાહેર કરાયા હતા. 


સુરતમાં ધો. 10 અભ્યાસ કરતી વિદ્યાર્થીનીનો આપઘાત, પરિવારે ચલાવ્યું એવું જુઠ્ઠાણું કે.


રાજકોટમાં દર મહિને 450 કરતા વધુ હાર્ટ એટેક કેસ
દર મહિને રાજકોટ શહેર અને જિલ્લામાં 400 થી 450 જેટલા હાર્ટ એટેકના કેસ નોંધાઈ રહ્યા છે. 108 દ્વારા હાર્ટ એટેકના કેસ હોસ્પિટલ સુધી પહોંચાડવામાં આવે છે. રાજકોટ જિલ્લામાં 108 એમ્બ્યુલન્સ ગ્રામ્ય વિસ્તારમાં 42 અને શહેરી વિસ્તારમાં 22 છે. દરરોજ 15 જેટલા કેસ સામે આવી રહ્યા છે.


અંબાલાલની ભયાનક આગાહી; આ રાજ્યોમા મેઘો પડશે ધમધોકાર, ગુજરાતમા થશે વાવાઝોડાની એન્ટ્રી