ગાંધીનગરમાં વકીલે જાહેરમાં પાડોશી મહિલાને બાહોમાં ભરી લીધી, કહ્યું તારી સાથે એકાંતમાં વાઇલ્ડ હોળી રમવી છે
સેક્ટર 26 ખાતે ગ્રીનસિટી સોસાયટીમાં 58 વર્ષીય નિવૃત ગ્રંથપાલ વૃદ્ધાની પાછળ હાથ ધોઇને પડેલા વકીલના કારણે આખી સોસાયટી ત્રાહિમામ પોકારી ચુકી છે. તે વારંવાર વૃદ્ધાની પાછલ બિભત્સ ચેનચાળા અને નનામી પ્રેમપત્રો લખીને વર્ષ 2015થી પરેશાન કરતા વકીલની હિંમત ધીરે ધીરે વધતી જ જઇ રહી છે. ધુળેટીના દિવસે આ વકીલે તમામ હદો પાર કરી હતી. ધુળેટીમાં રંગ રંગવાના નામે તેણે મહિલાને પહેલા રંગ લગાવ્યો હતો અને પછી તેને પોતાની બાહોમાં ભરી લીધી હતી. રહીશોએ બરાબરનો મેથીપાક ચખાડ્યો હતો.
ગાંધીનગર : સેક્ટર 26 ખાતે ગ્રીનસિટી સોસાયટીમાં 58 વર્ષીય નિવૃત ગ્રંથપાલ વૃદ્ધાની પાછળ હાથ ધોઇને પડેલા વકીલના કારણે આખી સોસાયટી ત્રાહિમામ પોકારી ચુકી છે. તે વારંવાર વૃદ્ધાની પાછલ બિભત્સ ચેનચાળા અને નનામી પ્રેમપત્રો લખીને વર્ષ 2015થી પરેશાન કરતા વકીલની હિંમત ધીરે ધીરે વધતી જ જઇ રહી છે. ધુળેટીના દિવસે આ વકીલે તમામ હદો પાર કરી હતી. ધુળેટીમાં રંગ રંગવાના નામે તેણે મહિલાને પહેલા રંગ લગાવ્યો હતો અને પછી તેને પોતાની બાહોમાં ભરી લીધી હતી. રહીશોએ બરાબરનો મેથીપાક ચખાડ્યો હતો.
સિંહો માટે પણ પાણીની સમસ્યા, રાજુલા અને જાફરાબાદ વિસ્તારમાં છેલ્લા બે વર્ષથી કુંડીઓ ખાલી
ગ્રીનસીટી સોસાયટીમાં રહેતા વકીલ યોગેશ કાનડે એક તરફી પ્રેમમાં અંધ બનીને એક મહિલાને જાહેરમાં જ બાહોમાં ભરી લીધી હતી. 58 વર્ષીય મહિલાને ધુળેટીના નામે પહેલા રંગ લગાવવાના બદાને બિભત્સ સ્પર્શ કરતો રહ્યો હતો અને પછી અચાનક જ તેને બાહોમાં ભરીને જાહેરમાં જ બિભત્સ હરકત કરવા લાગ્યો હતો. જેથી મહિલાઓ ગભરાઇ ગઇ હતી અને મહિલાને છોડાવી હતી. ત્યાર બાદ તેનો પરિવાર અને પતિ સહિતનાં લોકો દોડી આવ્યા હતા. વકીલને બરોબરનો મેથીપાક ચખાડ્યો હતો. યોગેશ હાથમાં અબીલ ગુલાલ લઇને મહિલા પાસે પહોંચી ગયો હતો અને મોઢા પર ગુલાલ લગાવી મહિલાને વાળથી ખેંચીને તેને બાહોમાં ભરી લીધી હતી. કોઇ પણ પ્રકારે છોડવા તૈયાર નહોતો. જ્યારે મહિલાના પુત્ર અને પરિવાર દોડી આવ્યા ત્યારે મહિલાને માંડ માંડ છોડાવી હતી.
પોલીસની વર્દીમાં કરતા હતા દારૂની હેરફેર, વલસાડ પોલીસે બે આરોપીની કરી ધરપકડ
આ બેશરમ વકીલ છેલ્લા ઘણા વર્ષોથી મહિલાને પરેશાન કરતો હતો. મહિલા અગાઉ પણ 2015 માં પણ ફરિયાદ કરી ચુકી હતી. તેમ છતા પણ તે કહેતો રહેતો હતો કે, હું વકીલ છું કાયદો મારા ખીચામાં છે કોઇ પણ વ્યક્તિ મારૂ કંઇ પણ બગાડી શકે તેમ નથી. તે મહિલાને વારંવર બિભત્સ ઇશારા કરતો રહેતો હતો. આ ઉપરાંત નનામી પ્રેમ પત્રો મહિલાના ઘરના કમ્પાઉન્ડમાં ફેંકીને વારંવાર પરેશાન પણ કરતો રહેતો હતો. જેના કારણે મહિલા તથા સમગ્ર સોસાયટીના લોકો ખુબ જ પરેશાન હતા.
પાટણના પ્રસિદ્ધ શંખેશ્વરમાં ચાર વખત ખાતમુહૂર્ત કરવા છતાં 15 વર્ષથી નથી બન્યું નવું બસ સ્ટેન્ડ
ધુળેટીના દિવસે વકીલ માર ખાતા ખાતા ગમે તે પ્રકારે છુટીને પોતાના ઘરના ધાબે જતો રહ્યો હતો. લાજવાના બદલે ગાજ્યો હતો. સોસાયટીના લોકો સાથે બિભત્સ વ્યવહાર શરૂ કર્યો હતો. આ ઉપરાંત પોતાના ધાબે રહેલી ઇંટો વડે સ્થાનિક લોકો પર પથ્થર મારો કર્યો હતો. જેના કારણે બે લોકો ઇજાગ્રસ્ત થઇ ગયા હતા ઉપરાંત પીડિત મહિલાની ગાડીનો કાચ પણ તુટી ગયો હતો. હાલ તો બંન્ને પક્ષોએ સામસામે ફરિયાદ દાખલ કરાવી છે. પોલીસે બંન્ને પક્ષોની ફરિયાદ દાખલ કરીને આગળની તપાસ આદરી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube