સોશિયલ મીડિયાના યુગમાં બાળકોમાં વાંચનનો શોખ વધે તે માટે ખુબ જ અદ્ભુત પ્રયાસ
આજના મોબાઈલ યુગમાં બાળકો અને યુવાનો મોબાઈલમાં વ્યસ્ત બની રહ્યા છે. ત્યારે બાળકો અને યુવાનોમાં વાંચન અને લેખન કળા વિસરાતી જઈ રહી છે. ત્યારે બાળકોમાં નાનપણથી વાંચન અને લેખન પ્રત્યે રસ કેળવાય તે માટે આણંદની ચરોતર એજ્યુકેસન સોસાયટી દ્વારા અનોખી પહેલ કરી બાળકોમાં વાંચન અને લેખન માટે રસ કેળવાય તે માટે પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે.
બુરહાન પઠાણ/આણંદ : આજના મોબાઈલ યુગમાં બાળકો અને યુવાનો મોબાઈલમાં વ્યસ્ત બની રહ્યા છે. ત્યારે બાળકો અને યુવાનોમાં વાંચન અને લેખન કળા વિસરાતી જઈ રહી છે. ત્યારે બાળકોમાં નાનપણથી વાંચન અને લેખન પ્રત્યે રસ કેળવાય તે માટે આણંદની ચરોતર એજ્યુકેસન સોસાયટી દ્વારા અનોખી પહેલ કરી બાળકોમાં વાંચન અને લેખન માટે રસ કેળવાય તે માટે પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે.
ગુજ્જુ ખેડૂત નીકળ્યો શાણો, મોસંબી-ચીકુની મહેંક વચ્ચે ઉગાવ્યુ અફીણ, છતાં પોલીસને ગંધ આવી ગઈ
આજે બાળકો મોબાઈલ અને સોશ્યલ મીડિયામાં એટલા વ્યસ્ત બની રહ્યા છે કે બાળકોમાં વાંચન અને લેખન વિસરાઈ રહ્યું છે, ત્યારે આણંદની ચરોતર એજ્યુકેશન સોસાયટીના મંત્રી કેતન પટેલ દ્વારા બાળકોમાં વાંચન અને લેખનકળા વિકસાવવા માટે એક અનોખી પહેલ શરૂ કરવામાં આવી છે. ચરોતર એજયુકેન સોસાયટી સંચાલિત પ્રાથમિક માધ્યમિક અને કોલેજનાં વિદ્યાર્થીઓ પાસે જુદા જુદા વિષયો પર લેખ લખાવવામાં આવે છે અને સારા લેખ લખનાર વિદ્યાર્થીઓનાં લેખ તેમનાં નામ અને ફોટા સાથે સંસ્થાનાં મુખપત્ર બાળમિત્રમાં પ્રસિદ્ધ કરવામાં આવે છે. જેનાંથી બાળકો પ્રોત્સાહીત થાય છે ઉપરાંત કેમ્પસમાં આવેલી લાયબ્રેરીમાં વિદ્યાર્થીઓને લેખન માટે માર્ગદર્શન આપવામાં આવે છે અને તે માટે બાળકોમાં સારા પુસ્તકો અને નિયમિત અખબાર વાંચનની ટેવ કેળવવામાં આવે છે. જેનાથી બાળકોમાં વાંચન સાથે લેખનની ટેવ પણ કેળવાતી જાય છે.
ભાજપમાં પ્રવેશોત્સવની મોસમ, અનેક કોંગી દિગ્ગજો આવતીકાલે ભાજપમાં જોડાશે
વિદ્યાર્થીઓમાં જો બાળપણથી લેખન અને વાંચનની ટેવ વિકસેલી હશે તો તેઓ સારા લેખક તેમજ પત્રકાર પણ બની શકે છે,તેમજ ઉચ્ચ અભ્યાસ પીએચડીમાં શોધ નિબંધ લખવા માટે પણ લેખન કળા મહત્વની બની રહે છે. જેથી બાળકો શાળા બાદ ધરે જઈને પણ મોબાઈલથી દુર રહીને વાંચન અને લેખનની ટેવ કેળવે છે. આજે જયારે ગુજરાતી માતૃભાષાને રાજય સરકાર દ્વારા મહત્વ આપવામાં આવી રહ્યું છે,ત્યારે શાળા દ્વારા બાળકો પાસે માતૃભાષા વિષય પર લેખો લખાવીને બાળમિત્રને વિશેષ માતૃભાષા અંક પણ પ્રસિદ્ધ કરવામાં આવ્યો હતો. આમ ચરોતર એજયુકેશન સોસાયટી દ્વારા બાળકોમાં વાંચન લેખનની ટેવ વિકસે અને માતૃભાષાનું મહત્વ વધે તે માટે સચોટ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે અને તેમાં સફળતા મળતા બાળકો અને કોલેજનાં યુવકો વિવિધ વિષયો પર સારા લેખો લખતા થયા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube