ઉદય રંજન/અમદાવાદ: જો તમે તમારી દુકાન કે કંપનીમાં જે કર્મચારીઓ રાખ્યા હોય અને તેની પર ભરોસો હોય તો ચેતી જજો. કારણકે ક્યારેક એવા કર્મચારી પણ હોય છે કે જે અનેક વર્ષો કામ કરી વિશ્વાસ કેળવી ચોરી કે વિશ્વાસઘાત કરતા હોય છે. અમદાવાદના નવરંગપુરામાં પણ આવો બનાવ બન્યો છે. જ્વેલર્સ શોપના કર્મચારી જ 11 લાખના સોનાની ચોરી કરી ફરાર થઇ ગયો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અહીં લખતરવાલા જ્વેલર્સમાં કામ કરતા કર્મચારીએ 11 લાખના સોનાની ચોરી કરી હતી. આ દુકાનના માલિક હોલસેલમાં દાગીના બનાવવાનું અને વેચવાનું કામ કરે છે. આ જ ઓફિસમાં કામ કરતા સત્યા કૈલાસદાસ નામના કર્મચારીને શેઠે સોનું દાગીના બનાવવા આપ્યું હતું. જો કે થોડા સમય બાદ દાગીના કે સોનું પરત ન આવતા શેઠને જાણ થતાં તપાસ કરી હતી. તપાસ કરી તો આ સત્યા નામના શખ્સે દાગીના કે સોનું જમા ન કરાવ્યું હોવાનું સામે આવ્યું હતું.જેથી પોલીસનો સંપર્ક કરતા પોલીસે સત્યા સામે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.


અમદાવાદ: નવરંગપુરા વિસ્તારમાં માનસિક અસ્થિર મગજની મહિલા પર થયો બળાત્કાર


જુઓ LIVE TV



આ જ્વેલર્સ કંપનીનો નિયમ છે કે, જે પણ કારીગર દાગીના બનાવવા માટે સોનું લઇ જાય તે જતી વખતે કંપનીના એક પેટીમાં જમા કરાવી દેવાનું હોય છે. તપાસ દરમિયાન સત્યાએ 11.19 લાખનું સોનું જમા કરાવ્યું ન હતું જેથી આ મામલો સામે આવ્યો છે. પોલીસે મુળ ઝારખંડના સત્યા નામના શખ્સની શોધખોળ હાથ ધરી છે. પોલીસે પ્રથામિક તપાસ કરી તો કંપનીના સીસીટીવી કેમેરામાં સત્યા સોનુ તેના ખિસ્સામાં દેખાતો પણ નજરે પડ્યો હતો. જે ફુટેજ પોલીસે કબજે કરી તપાસ હાથ ધરી છે.