* છરીના ઘા મારીને હત્યા કરવામાં આવી
* ગાયકવાડ હવેલી પોલીસે આરોપીની શોધ શરૂ કરી
* ચોરીની શંકાને લઇને હત્યા થઇ હોવાનું સામે આવ્યું
* બુધવારની વહેલી સવારે મિત્રની હત્યા કરી આરોપી ફરાર થયો


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઉદય રંજન/અમદાવાદ : શહેરમાં વધુ એક હત્યાનો બનાવ સામે આવ્યો છે. ખમાસા વિસ્તારમાં જ મિત્રએ જ મિત્રની છરી મારીને હત્યા નિપજાવીને ફરાર થઇ ગયો છે. અમદાવાદના ખમાસા વિસ્તારમાં એક યુવકની તેમના મિત્રએ છરીના ઘા મારી હત્યા કરી હોવાનો બનાવ ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનના ચોપડે નોંધાયો છે. તસ્વીર જે યુવક છે જૂનું નામ છે ધ્રુવ જાદવ મૃતક ધ્રુવ જાદવ નજીકના વ્યક્તિના બે મોબાઈલ ચોરાઈ હતા. જે બાબતે તેને તેના જ મિત્ર દર્શન કહાર પર શંકા હતી. 


ગુજરાત સરકાર સારૂ કલેક્શન કરી આપતા હોય તેવા તલાટી મંત્રી માટે પણ આકાશ-પાતાળ એક કરે છે: કોંગ્રેસનો આક્ષેપ


દર્શન કહારની પૂછપરછ કરતા અને તપાસ કરતા તેની પાસેથી મોબાઇલ ન મળતાં દર્શન કહાર ઉશ્કેરાઈ ગયો હતો. ધ્રુવ જાદવ અને દર્શન કહાર વચ્ચે ઉગ્ર ઝઘડો થયો હતો ત્યારે દર્શક કહારે ગુસ્સામાં આવીને પોતાની પાસે રહેલી છરીથી મૃતક ધ્રુવ જાદવના છાતીના ભાગે ઘા માર્યો હતો. જેની ઈજાથી મિત્ર ધ્રુવનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. ગાયકવાડ હવેલી પોલીસે દર્શન કહાર વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.


વડોદરામાં લાખો લિટર પાણી રોજેરોજ વેડફાટ પણ અધિકારીઓને શું? તેમનો પગાર તો નિયમિત આવી જાય છે


ગાયકવાડ હવેલી પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. આરોપી મિત્ર દર્શક કહારનો ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. જાહેરનામા ભંગ, ઝઘડા, ચોરી સહીતના ગુના નોંધાયેલ છે. મૃતક ધૃવ જાદવ અને આરોપી મિત્ર દર્શક કહાર સારા મિત્ર પણ હતા. બંને અલગ અલગ પ્રકાર નો નશો કરતા હોવાનું અનુમાન સેવી રહી છે કેમ કે પોલીસ ને ઘટના સ્થળ થી જ નશા માં ઉપયોગ માં લેવાતા સાધન સામગ્રી મળી આવી હતી.


ગુજરાતના રમખાણો પર Gujarat Files ફિલ્મ બનાવવા માંગતા ડાયરેક્ટરે પીએમ મોદીને પૂછ્યો સવાલ


આરોપી દર્શન કહાર ફરાર થતા પોલીસે તપાસ શરૂ કરી છે. આરોપીનું હત્યા બાદ છેલ્લું મોબાઈલ લોકેશન વડોદરા એક્સપ્રેસ હાઇવે આવ્યું હતું. જેથી ગાયકવાડ હવેલી પોલીસે વડોદરા પોલીસને પણ જાણ કરી છે સાથે જ ગાયકવાડ હવેલી પોલીસે એક ટીમ આરોપી પાછળ રવાના કરી ચુકી છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube