Live મોતનો વીડિયો: ગરબા રમતા રમતા યુવક ઢળી પડ્યો અને મોતને ભેટ્યો
Live Death Video: આણંદના તારાપુરની શિવ શક્તિ સોસાયટીમાં ગરબા મહોત્સવ ચાલી રહ્યો હતો, જેમાં એક યુવક ગરબા રમતા રમતા ઢળી પડ્યો હતો. જોકે, તાત્કાલિક સ્થાનિક લોકોએ યુવકને હોસ્પિટલમાં લઈ જતા રસ્તામાં જ મોતને ભેટ્યો હતો
બુરહાન પઠાણ/આણંદ: ગુજરાતમાં નવરાત્રીની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે. બે વર્ષ બાદ ખેલૈયાઓ મનભરીને ગરબે ઘૂમી રહ્યા છે. જો કે આ દરમિયાન આણંદના તારાપુરમાં એક ચોંકાવનાર સમાચાર પણ આવ્યા છે. આણંદના તારાપુરમાં ગરબા દરમિયાન લાઈવ મૃત્યુનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.
આણંદના તારાપુરની શિવ શક્તિ સોસાયટીમાં ગરબા મહોત્સવ ચાલી રહ્યો હતો, જેમાં એક યુવક ગરબા રમતા રમતા ઢળી પડ્યો હતો. જોકે, તાત્કાલિક સ્થાનિક લોકોએ યુવકને હોસ્પિટલમાં લઈ જતા રસ્તામાં જ મોતને ભેટ્યો હતો. ગરબા રમતા રમતા યુવકના મોતની ઘટનાને લઈને શોકનું મોજું ફરી વળ્યું છે.
શું છે લાઈવ વીડિયોમાં?
સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા લાઈવ મોતના વીડિયામાં ગત 30 તારીખે રાત્રીના નવરાત્રી મહોત્સવ દરમ્યાન વિરેન્દ્રસિંહ રાજપૂત નામના યુવકનો અચાનક ગરબા રમતા રમતા ઢળી પડે છે. ત્યારબાદ યુવકને તાત્કાલીક હોસ્પિટલે ખસેડવામાં આવે છે, પરંતુ રસ્તામાં જ યુવક મોતને ભેટે છે. ચાલુ ગરબામાં યુવકના મોતના બનાવનો વિડિયો તારાપુર પંથકમા પ્રસરી જતા ગરબા મંડળોમા ઘેરા શોકની લાગણી પ્રવતી છે. તો બીજી તરફ યુવકના મોતથી પરિવાજનોમાં શોકનું મોજું ફરી વળ્યું છે.