ઝી બ્યુરો/સુરત: કહેવાય છે ને કે પ્રેમને કોઈ સીમાડા નડતા નથી અને આવો જ એક કિસ્સો સુરતમાં સામે આવ્યો છે. લંડનની લાડીને ઘોઘાનો વર કહેવત સુરતમાં યથાર્થ ઠરી છે. પોલેન્ડથી યુવતી સુરત પરણવા આવી હતી. પોલેન્ડની યુવતી અને યુવક ભૂમિકને પોલેન્ડમાં પ્રેમ થયો હતો. અભ્યાસ સમયે બંને વચ્ચે પ્રેમ પાંગર્યો હતો. પ્રેમને પરિણયમાં તબદીલ કરવાની બંનેને ઈચ્છા થઈ હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


યુવક પોલેન્ડમાં જ યુવતી સાથે લગ્ન કરવા તૈયાર હતો. પરંતુ યુવતીને ભારતીય સંસ્કૃતિ સાથે પ્રેમ હોવાથી લગ્ન કરવા ભારત આવી. યુવતી ભારત આવી હિન્દુ રીતરીવાજ પ્રમાણે લગ્ન કર્યા હતા. વરઘોડામાં યુવતી ગરબે પણ ઘૂમી હતી. યુવતીએ ભારતીય પરંપરા અનુસાર સપ્તપદીના વચનો લીધા હતા. જેમાં પોલેન્ડની યુવતીએ ભારત આવી સુરતમાં હિંદુ રીત રીવાજ મુજબ લગ્ન કર્યા હતા. પોલેન્ડમાં એમબીએનો અભ્યાસ કરતા સુરતના યુવક સાથે ત્યાંની યુવતીને પ્રેમ થયો હતો અને લગ્ન કરવા માટે યુવતી ભારત આવી હતી અને તમામ હિંદુ રીત રીવાજ મુજબ આ યુગલે પ્રભુતામાં પગલા પાડ્યા હતા. 



મૂળ ભાવનગરના વતની અને હાલમાં સુરતના અડાજણમાં રહેતા પરમાર વાલજીભાઈ રાઘવભાઈને સંતાનમાં એક પુત્રી વૈશાલી કે જે લંડનમાં રહે છે. જયારે 29 વર્ષીય પુત્ર ભૂમિક પોલેન્ડના વર્સોમાં એમબીએનો અભ્યાસ કરે છે. આ દરમ્યાન ભૂમિકને ત્યાં રહેતી ઇવેલીના નામની યુવતી સાથે પ્રેમ થયો હતો અને બંને લગ્નના તાંતણે બંધાવાનું નક્કી કર્યું હતું અને ત્યારબાદ ભૂમિકએ પોતાના ઘરે માતા-પિતાને લગ્ન માટેની વાત કરી હતી. જો કે દીકરાની ખુશીમાં જ પોતાની ખુશી હોય ભૂમિકના માતા-પિતાએ લગ્નને મંજુરી પણ આપી દીધી હતી.



સુરતમાં આવી હિંદુ રીત રીવાજ મુજબ લગ્ન કર્યા
ભૂમિકે ઘરે માતા-પિતાને જાણ કરતા ઘરેથી લગ્નની મંજુરી મળી ગયી હતી અને બાદમાં પોલેન્ડની યુવતી અને ભૂમિક ભારત આવ્યા હતા સુરતમાં તેઓના ધામધૂમ પૂર્વક ૯ માર્ચ ૨૦૨૩ના રોજ લગ્ન પણ થયા હતા. પીઠી, ગણેશ સ્થાપનાથી લઈને તમામ રસમ હિંદુ રીતરીવાજ મુજબ જ લગ્ન કર્યા હતા. તેઓના લગ્નમાં તમામ સગા સબંધીઓ સહિતના મહેમાનો ઉપસ્થિતિ રહીને આ નવ દંપતીને આશીર્વાદ આપ્યા હતા



લગ્ન દરમ્યાન યુવતિ ગરબે ઘૂમી
લગ્ન દરમ્યાન બંને પ્રેમી પંખીડાઓમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. શેરવાનીમાં દુલ્હો તો પોલેન્ડની યુવતી દુલ્હન બનીને ગોરી રાધાને કાળો કાન ગીત પર બંનેએ ડાન્સ પણ કર્યો હતો અને યુવતી ગરબે પણ ઘુમી હતી


દીકરાની ખુશીમાં જ અમારી ખુશી
ભૂમિકના પિતા વાલજીભાઈએ જાણાવ્યું હતું કે દીકરા માટે અમે ભારતમાં જ છોકરી શોધતા હતા પરંતુ આ દરમ્યાન દીકરાને ત્યાંની એક છોકરી પસંદ હતી અને બંને વચ્ચે પ્રેમ હતો. દીકરાએ જયારે આ વાત કરી ત્યારે અમે ચોકી ઉઠ્યા હતા પરંતુ દીકરાની ખુશીમાં જ અમારી ખુશી છે. અમે તેને લગ્નની મંજુરી આપી હતી અને દીકરો સુરત આવ્યો હતો અને પુત્રવધુ પણ સુરત આવી હતી અને તમામ લગ્નની વિધિ હિંદુ રીત રીવાજ મુજબ જ થઇ હતી.



ઉલ્લેખનીય છે કે પ્રેમને કોઈ સીમાડા નડતા નથી. ત્યારે આવો જ આ કિસ્સો સામે આવ્યો છે જેમાં સુરતના યુવકને પોલેન્ડની યુવતી સાથે પ્રેમ થયો હતો અને પોલેન્ડની યુવતી સાત સમુંદર પાર કરીને ભારત [સુરત] આવી હતી અને હિંદુ રીત રીવાજ મુજબ લગ્નના તાંતણે બંધાણી હતી.