ભાવનગરમાં રખડતા ઢોરનો આતંક: યુવાનનું કરૂણ મોત, પત્ની અને ત્રણ બાળકો બન્યા નોંધારા
રખડતા ઢોરે અડફેટે લીધો હતો. જેમાં યુવાનને ગંભીર ઇજાઓ થતા પ્રથમ ધંધુકા અને બાદ વધુ સારવાર માટે ભાવનગર ખસેડાયો હતો. જ્યાં સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લાવતા ફરજ પરના ડોકટરે મૃત જાહેર કરતા પરિવાર પર આભ ફાટી પડ્યું હતું. યુવાનનું અકાળે મોત થતા પત્ની અને ત્રણ બાળકો નોંધારાં બન્યા છે.
નવનીત દલવાડી/ભાવનગર: ભાવનગર જિલ્લાના તળાજા પંથકના યુવાનને રખડતા ઢોરે અડફેટે લેતા સારવાર દરમ્યાન મોત નીપજ્યું હતું, પ્રતાપરા ગામના યુવકને પીપળી નજીક રખડતા ઢોરે અડફેટે લીધો હતો, ચેતન બુધાભાઈ ભાલીયા બાઇક લઈને પીપળીથી ફેદરા જઈ રહ્યો હતો.
રાદડિયા, સંઘાણી બાદ ભાજપના આ સાંસદે પાર્ટીની ઉપરવટ જઈ ઠાલવ્યો બળાપો, હવે દર્દ છલકાયુ
રખડતા ઢોરે અડફેટે લીધો હતો. જેમાં યુવાનને ગંભીર ઇજાઓ થતા પ્રથમ ધંધુકા અને બાદ વધુ સારવાર માટે ભાવનગર ખસેડાયો હતો. જ્યાં સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લાવતા ફરજ પરના ડોકટરે મૃત જાહેર કરતા પરિવાર પર આભ ફાટી પડ્યું હતું. યુવાનનું અકાળે મોત થતા પત્ની અને ત્રણ બાળકો નોંધારાં બન્યા છે. જુવાનજોધ દીકરો ગુમાવતા પરિવારે સરકાર પાસે સહાયની અપીલ કરી છે.
ગુજરાતમાં કાલથી 7 દિવસ વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ પડશે; આ જિલ્લાઓ રહે એલર્ટ
ભાવનગર શહેર અને જિલ્લામાં રખડતા ઢોરના કારણે અનેક લોકોને જીવ ગુમાવવાનો વારો આવ્યો છે, તો કોઈ એ રખડતા ઢોરના કારણે કાયમી ખોટ સહન કરવી પડી છે, તંત્ર દ્વારા રખડતા ઢોર પકડવામાં આવતા હોવાના પોકળ દાવા કરવામાં આવતા હોય છે, પરંતુ પરિસ્થિતિ કૈક અલગ જ બતાવી રહી છે, ત્યારે જિલ્લાના તળાજા તાલુકાના પ્રતાપરા ગામના યુવાનને પીપળી હાઇવે પર અડફેટે લેતા સારવાર દરમ્યાન મોત નીપજ્યું છે.
ભાજપમાં કકળાટ! સાંસદે કહ્યું બેઠક જીતીશું પણ લીડ ભૂલી જાઓ, ઓછા મતદાન માટે સંગઠન જવાબ
ચેતન ભાલીયા નામનો યુવાન ખાતર વેચવા ગ્રામ્ય ભાલ ના ગ્રામ્ય વિસ્તારમાં ગયો હતો, જ્યાં પીપળી હાઇવે પર બાઇક લઈને જઈ રહેલા યુવાનને અચાનક રોડ પર ધસી આવેલા ખૂંટિયા એ અડફેટે લેતા ગંભીર ઇજાઓ પહોંચી હતી, જેને પ્રથમ ધંધુકા પીએચસી સેન્ટર પર લઈ જવાયો હતો, પરંતુ ત્યાં પૂરતી સારવાર ઉપલબ્ધ ના હોય યુવાનને લોહી નીતરતી હાલતે ભાવનગર ની સિવિલ હોસ્પિટલ ખાતે લવાયો હતો, પરંતુ ડોક્ટર સારવાર કરે એ પૂર્વે જ ગંભીર રીતે ઘવાયેલા યુવાનનું મોત નીપજ્યું હતું.
અમદાવાદની આ આંગડિયા પેઢીઓ પર CID ક્રાઇમનો સપાટો; એટલી સંપત્તિ મળી કે ED-IT જોડાયા
ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના પ્રતાપરા ગામનો યુવાન ખાતર વેચી ઘરનું ગુજરાન ચલાવતો હતો, ચેતન ભાલીયા ના 8 વર્ષ પૂર્વે લગ્ન થયા હતા, અને લગ્ન બાદ સંતાનમાં બે પુત્રો અને એક પુત્રીનો જન્મ થયો હતો, પત્ની કૈલાસબેન અને બે પુત્ર તેમજ એક પુત્રી સહિતનો પરિવાર સુખેથી જીવન વ્યતીત કરતો હતો, ત્રણ સંતાનોમાં સૌથી મોટો પુત્ર મોહિત 7 વર્ષ, પુત્રી માનસી 5 વર્ષ અને 3 વર્ષનો મનીષ સૌથી નાનો પુત્ર છે, ચેતન ભાલિયા ના માતાનું 10 વર્ષ પહેલાં અવસાન થયું હતું, જે બાદ નાના ભાઈ કિશન અને પિતા બુધાભાઈ ભાલિયા સાથે જીવન ગુજારી રહ્યો હતો. નાનો ભાઈ કિશન હજુ અપરણિત છે, જેના કારણે ઘરની તમામ જવાબદારી ચેતન અને તેના પત્ની કૈલાસબેન ઉપાડી રહ્યા હતા.
માથાભારે વહુએ ભારે કરી! સાસુ પર મરચું છાંટી પકડી રાખી, વેવાણે કટરથી ગળું કાપ્યું!
ચેતન હોલસેલ ડીલર પાસેથી ખાતર મેળવી ગામે ગામ ફરી ખાતર વેચી ઘરનું ગુજરાન ચલાવતો હતો, પરંતુ કુદરત ને જાણે એ મંજુર ના હોય તેમ ચેતને અચાનક પરિવાર વચ્ચેથી વિદાય લેતા પત્ની અને ત્રણ નાના માસૂમ બાળકો નોંધારાં બન્યા છે, પિતાની છત્રછાયા ગુમાવનાર બાળકોને તો હજુ ખબર સુદ્ધા નથી કે તેઓના પિતા ક્યારેય પાછા નહિ આવે, જ્યારે ચોધાર આંસુએ રડતા પત્ની કૈલાસબહેન પર જાણે આભ તૂટી પડ્યું હોય એવી સ્થિતિ સર્જાઈ છે. ચેતનના અકાળે નિધન બાદ ઘર ચલાવવું પણ મુશ્કેલ બન્યું છે, ત્યારે પરિવાર દ્વારા સરકાર પાસે યોગ્ય સહાયની માંગ કરવામાં આવી છે.
અખા ત્રીજે સોનાએ બરાબરના રોવડાવ્યા! ક્યાંક સોનું પહોંચ બહાર ન જતું રહે, જાણો રેટ