ખેડા : જિલ્લાના લાડવેલ ગામ પાસેની નર્મદા કેનાલમાં એક યુવતીએ પડતુ મુકીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. યુવતીએ પડતું મુકતા PSI ની તૈયારી કરી રહેલા એક કોન્સ્ટેબલની તૈયારી કરી રહેલા સ્થાનિક યુવકે નહેરમાં કુદીને યુવતીને બહાર કાઢી હતી. યુવતીનો જીવ બચાવ્યો હતો. બચાવના આ દિલધડક દ્રશ્યો કેનાલનાં કિનારે લોકોએ કેમેરામાં કેદ કર્યા હતા. યુવતીએ સારવાર માટે 108 મારફતે હોસ્પિટલે ખસેડ્યાં હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બાળકો ગણિત ગોખશે નહી, સમજશે: નવી શિક્ષણનીતિ અંતર્ગત શાળાઓમાં વૈદિક ગણિતનો સમાવેશ


ખેડા જિલ્લાના કઠલાલ પંથકમાં એક યુવકે આપઘાત કરવા માટે કેનાલમાં કુદીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જો કે PSI ની તૈયારી કરી રહેલો એક યુવાન રોજિંદી રીતે કેનાલના કિનારે પોતાની દોડની પ્રેક્ટિસ કરવા માટે આવતો હતો. તેણે આ યુવતીને પડતું મુકતા જઇ લીધી હતી. જેથી યુવકે પોતાનાં જીવની પણ પરવા કર્યા વગર સીધો જ કેનાલમાં કુદકો માર્યો હતો. યુવતીને બચાવવા માટે આગળ વધવા લાગ્યો હતો. તેની હિંમત જોઇને આસપાસના લોકો પણ એકત્ર થઇ ગયા હતા. 


મહીસાગરમાં ગ્રામ પંચાયત ચૂંટણી જીતેલા સરપંચે એક વ્યક્તિને પકડી હાથ અને પગ ભાંગી નાખ્યા અને...


ગુણવંત સિંહ પરમાર નામના યુવકની બહાદુરી જોઇને આસપાસનાં લોકોએ પણ તેને મદદ કરવા માટે દોરડાની વ્યવસ્થા કરી હતી અને યુવતીને પરાણે કિનારે લાવી રહેલા ગુણવંતની મદદ કરી હતી. જો કે યુવતી સતત તેને મરી જવા દેવાની આજીજી કરવાની સાથે ગુણવંતને છોડી દેવા માટે કહી રહી હતી જેના કારણે ગુણવંતને પણ યુવતીને કિનારે લાવવામાં ભારે તકલીફ પડી હતી. જો કે આખરે ભારે જહેમત બાદ ગુણવંત યુવતીને કિનારે લઇ આવ્યો હતો. કિનારે ઉભેલા લોકોએ યુવતી તથા ગુણવંતને બંન્નેને કિનારે થી બહાર કાઢ્યા હતા. 


પતિએ પત્નીને કહ્યું ફિલ્મોમાં દેખાડે તેવો વાઇલ્ડ રોમાન્સ કરવો છે અને પછી તાવી જ વડે કર્યું એવું કામ કે...


ધસમસતા કેનાલના પાણીમાંથી યુવતીને બહાર કાઢીને ગુણવત લાવ્યો હતો. સ્થાનિક લોકોએ યુવતી તથા ગુણવંતને દોરડાથી બહાર કાઢ્યા હતા. આ ઉપરાંત 108નો સંપર્ક કરીને યુવતીને સારવાર માટે ખસેડી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, ગુણવંત PSI અને કોન્સ્ટેબલનું રનિંગ પણ પાસ કરી ચુક્યો છે. કદાચ એક જીવ બચાવવાનું પુણ્ય મળે અને તે સરકારી લેખિત પરીક્ષા પણ પાસ કરીને ભવિષ્યમાં PSI કે કોન્સ્ટેબલ તરીકે પણ પસંદગી પામે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube