છોટાઉદેપુર: જિલ્લાના આદિવાસી વિસ્તાર અને ઝુંપડામાં રહેતા ધોરણ 7 પાસ 18 વર્ષનો નંદુ નાયકા એન્જિનિયર બન્યા છે. નંદુએ ઓટોમોબાઇલ એન્જિનિયર જેવું કામ કર્યું છે. નંદુએ મોટરસાયકલના એન્જિનમાંથી ટેક્ટર બનાવ્યું છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

છોટાઉદેપુરના ગુડા ગામનો ઝુપડામાં રહેતો આદિવાસી યુવાન નદીશ નાયકાને લોકો નંદુના નામથી ઓળખે છે. નંદુએ ધોરણ 7 પાસ કર્યા બાદ અભ્યાસ આર્થિક પરિસ્થિતિના કારણે છોડી દીધો હતો અને મજૂરીએ પરિવાર સાથે સૌરાષ્ટ્ર તરફ જતો રહ્યો હતો. નંદુને પહેલેથી રમકડાં બનાવવાનો શોખ હતો. જેથી મજૂરી કરતા કરતા તેને વિચાર આવ્યો કે એવું કંઈ બનવું કે ખેતીમાં પણ તેને ઉપયોગમાં લેવાય જેથી મને કઈ ફાયદો થાય ત્યારે નંદુએ ટેક્ટર બનવાનું વિચાર્યું પરંતુ નંદુ પાસે એટલા પૈસા ન હતા જેથી તે મજૂરી જતો હતો અને પૈસા ભેગા કરી ને ધીરે ધીરે ટેકટર બનાવ માટે સામાન લાવ્યો. નંદુ પાસે જૂની બાઇક હતી તેનું એન્જીનનો ઉપયોગ ટેક્ટર બનાવ માટે કર્યો હતો.


આ પણ વાંચો: સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા ઉમેદવારો આનંદો! GPSCએ જાહેર કર્યું કેલેન્ડર


આ પણ વાંચો: Tunisha Sharma: આજે અભિનેત્રીનો અંતિમ સંસ્કાર, તુનિષા કેસમાં 17 લોકોના નિવેદન લેવાયા


આ પણ વાંચો: 1 જાન્યુઆરીથી બંધ થઇ જશે 2000 ની નોટ, 1000 રૂ. ની નોટ લેશે સ્થાન! શું છે આ સમાચાર


નંદુએ ટેક્ટર બનવાનું ચાલુ કર્યું ટેક્ટર બનતા 2 વર્ષ જેટલો ટાઈમ લાગ્યો અને અંદાજીત 30 હજાર જેટલો ખર્ચો પણ થયો ધીરે ધીરે એક પછી એક વસ્તુ લાવી ટેક્ટર બનાવવા લાગ્યો 2 વર્ષે દોઢ વર્ષે ટેક્ટર બન્યું ત્યારે ટેક્ટરમાં રિવર્સ ગેર ન હતો જેથી તેને ખેતી કરવામાં મુશ્કેલી પડતી હતી ત્યારે નંદુએ રિવર્સ ગેર માટે પણ વિચાર્યું અને બાઈકના એન્જીનમાં રિવર્સ ગેર પણ મુક્યો નંદુએ 2 વર્ષે ટેક્ટર બનાવી રહ્યો ધોરણ 7 પાસ અને એન્જિનિયર જેવું કામ કરી બતાવ્યું આખરે નંદુએ જોવેલું સપનું પૂરું થયું અને ટેક્ટર બની ગયું હતું. 


આ પણ વાંચો: દર 10માંથી 7 બાળકોને હોય છે આંખોની તકલીફ, શું છે કારણો? જાણો શું કહે છે નિષ્ણાતો


આ પણ વાંચો: રોબોટિક એન્જિનિયરિંગ શું છે? જાણો આ અદભુત ફિલ્ડમાં કારકિર્દી બનાવવાના ફાયદા


આ પણ વાંચો: આ વાસણોમાં ભોજન રાંધવાથી અન્ન બની જાય છે અમૃત, આર્યુવેદમાં છે ઉલ્લેખ


ટેક્ટર બન્યા બાદ નંદુએ ખેતીમાં ટેક્ટરનો ઉપયોગ કરવા લાગ્યો જમીન ખેડવા માટે નંદુએ કલ્ટીવેટર પણ બનાવ્યું ટેક્ટર અને કલ્ટીવેટર બનાવવા માટે નંદુએ લોખંડના દરવાજા બનાવવા માટે વપરાતું માટેરિયલનો ઉપયોગ કર્યો છે અને બાઇકનો સામાનનો ઉપયોગ કર્યો છે હાલતો નંદુ પોતાના ટેક્ટર થી પોતાની જમીન ખેડે છે અને ખેતરમાં વાવેતર કરે છે નંદુ ના ટેક્ટર બનાવવાથી પૈસાની પણ બચત કરી છે. નંદુના ટેક્ટર બનાવવાથી તેના પરિવાર જનો પણ ખુશ જોવા મળ્યા નંદુએ આદિવાસી અને ઝહુપડામાં રહે છે નંદુએ એન્જિનિયર જેવું કામ કરી બતાવતા પરિવારજનો પણ ગર્વ અનુભવે છે