મૌલિક ધામેચા, અમદાવાદ: અમદાવાદની એક યુવતીએ યુવક સાથે ફ્રેન્ડશીપ કરવાની  ના પાડતા યુવકે સોસીયલ મીડિયા મારફતે યુવતીને બદનામ કરવાનું ચાલુ કરી દીધું. ઘાટલોડિયામાં રહેતા વેજીટેબલ વેન્ડર યુવકે યુવતીનાં નામની ફેક ઈન્સ્ટાગ્રામ આઈડી બનાવી બિભસ્ત લખાણ લખી બદનામ કરવાનું શરૂ કરી દીધું. જોકે આ અંગે યુવતીને જાણ થતાં યુવતીર હિંમત દાખવી અને સાયબર સેલમાં ફરિયાદ કરતા પોલીસે ઘાટલોડિયામાં રહેતા યુવકની ધરપકડ કરી તપાસ હાથ ધરી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:- કોરોના દર્દી માટે વપરાતી અત્યંત જરૂરી દવાનું સુરતમાં ગેરકાયદેસર વેચાણનો થયો પર્દાફાશ


ઉલ્લેખનીય છે કે, 19 વર્ષીય યુવતીએ સાયબર સેલમાં ફરિયાદ નોંધાવી હતી કે, તેનાં જેવા જ નામનું કોઈ વ્યક્તિએ ફેક ઈન્સ્ટાગ્રામ આઈડી બનાવ્યું છે. આ આઇડીમાં તેનો અને તેની પિતરાઈ બહેનનો ફોટો મુકી બીભત્સ લખાણ સોસીયલ મીડિયામાં લખવામાં આવે છે. આ ફરિયાદના આધારે તપાસ કરતા આરોપી નિખિલ ટાંક હોવાનું ખુલ્યું. પોલીસ તપાસમાં સામે આવ્યું કે આરોપી નિખિલ ને યુવતી સાથે તેના મિત્ર થકી પરિચય થયો બાદમાં યુવતીને ફ્રેન્ડશીપ કરવા અંગે મેસેજ કર્યો પણ યોગ્ય જવાબ આપ્યો નોહતો આપ્યો જેથી બદલો લેવા યુવતીને બદનામ કરવા આ કૃત્ય કર્યું હતું.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube