જામનગર : ભાગોળે આવેલી ઠેબા ચોકડી પાસે રવિવારે એક યુવાનનું ગળુ કાપીને કરપીણ હત્યા નિપજાવવામાં આવતા ચકચાર મચી હતી. સસ્પેન્ડેડ પોલીસ કર્મચારી અને તેના ભાઇએ આ ઘટનાને અંજામ આપતા પંચકોશી બી ડિવિઝન પોલીસ સાથે એલસીબી, એસઓજી પોલીસ પણ તપાસમાં જોડાઇ છે. હત્યા નીપજાવી નાસી છુટેલા આરોપીઓને ઝડપી લેવા માટેની કાર્યવાહી પણ હાથ ધરી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બંન્ને પક્ષે રેતીના ડમ્પરનો ધંધો હોવાથી ડ્રાઇવરોની અદલાબદલીના મુદ્દે મનદુખ થતા લોહીયાળ જંગ ખેલાયો હોવાનું સામે આવ્યું હતું. રવિવારે સાંજે 6 વાગ્યાના સુમારે જામનગર નજીક ઠેબા ચોકડી પાસે આવેલા ગોકુલ વે બ્રિઝ પાસે પોતાનું એક્ટિવા પાર્ક કરી યુવરાજસિંહ જાડેજા અને તેના મિત્ર ગિરિરાજસિંહ જાડેજા. પ્રદીપસિંહ તેમજ વીરભદ્રસિંહ ઉર્ફે જયપાલસિંહ જાડેજા સાથે વાતચીત કરતા હતા. ત્યારે જ આરોપી અને સસ્પેન્ડેડ પોલીસ કર્મચારી ઇશ્વરસિંહ સતુભા જાડેજા કાર સાથે આવી પહોંચ્યો હતો. 


આરોપી ઇશ્વરસિંહ પોતાની GJ 10 DA 0056 નંબરની કાર યુવરાજસિંહ જે ખુરસીમાં બેઠા હતા એની સાથે અથડાતી હતી. મૃતક યુવરાજસિંહ કાર નજીક ગયા હતા. પોતાની નજીક આવેલા યુવાનને જોઇ આરોપી ઇશ્વરસિંહે પોતાની ગાડીમાં રહેલી છરી કાઢી હતી. યુવરાજસિંહના ગળાના ભાગે હુલાવી, ગળુ વાઢી નાખી કરપીણ હત્યા નીપજાવી હતી. 


આ બનાવના પગલે બંન્ને મિત્રો સાથે રહેલા આરોપી વીરભદ્રસિંહ જયપાલસિંહ જાડેજાએ પણ વચ્ચે આવી ગિરિરાજસિંહ તથા પ્રદીપસિંહ સાથે મારામારી ઝપાઝપી કરી હતી. જ્યારે વચ્ચે પડેલા પ્રદીપસિંહને આરોપી ઇશ્વરસિંહે જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જેના કારણે પ્રદીપ પોતે બચાવ કરી પાછળ હટી જતા બચી ગયો હતો. જ્યારે ગિરિરાજસિંહને પણ મારી નાખવાના ઇરાદે છરીનો ઘા કર્યો હતો. જો કે છરી જમણા હાથના કાંડામાં વાગી હતી. ત્યાર બાદ બંન્ને આરોપી કાર લઇને નાસી છુટ્યા હતા. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube