ક્રાઈમ કેપિટલ બની રહ્યું છે ગુજરાતનું આ શહેર, તલવારથી યુવકનો હાથ કાપી દોડાવી દોડાવી ગળુ કાપ્યું
સુરત શહેરમાં બુટલેગરની ઘાતકી હત્યા કરવામાં આવી છે. બુટલેગરનો હાથ કાપી નાંખ્યા બાદ દોડાવી દોડાવી તેની ગળું કાપી હત્યા કરાઈ હતી. બુટલેગરનો કપાયેલો હાથ કલાકો સુધી રસ્તા પર પડ્યો રહ્યો હતો. રસ્તા પર પડેલો કપાયેલો હાથ જોઈ શહેરીજનો કાંપી ઉઠ્યા હતા.
ઝી બ્યુરો/સુરત: પોલીસ કમિશનર વિનાનું સુરત શહેર જાણે અનાથ બન્યું હોય તેવી સ્થિતિ છે. પોલીસનું અસ્તિત્વ જ નહીં હોય તેમ ગુનેગારો બેફામ થયા છે. છેલ્લાં પંદરેક દિવસથી શહેરમાં છૂટક હત્યાના (Murder) બનાવો બનતા હતા, પરંતુ આજે તા. 11 એપ્રિલે શહેરમાં જાહેર માર્ગ પર સરાજાહેર જે રીતે હત્યા થઈ છે તેને શહેરીજનોને ચોંકાવી દીધા છે.
બપોર બાદ ગુજરાતના બે જિલ્લામાં વાતાવરણે કરવટ બદલી! અનેક વિસ્તારોમાં વરસ્યો વરસાદ
હત્યાના આ બનાવ સાથે જ શહેરમાં ગેંગવોર ફાટી નીકળી હોવાનું ચિત્ર ઉભું થયું છે. આજે સુરત શહેરમાં બુટલેગરની ઘાતકી હત્યા કરવામાં આવી છે. બુટલેગરનો હાથ કાપી નાંખ્યા બાદ દોડાવી દોડાવી તેની ગળું કાપી હત્યા કરાઈ હતી. બુટલેગરનો કપાયેલો હાથ કલાકો સુધી રસ્તા પર પડ્યો રહ્યો હતો. રસ્તા પર પડેલો કપાયેલો હાથ જોઈ શહેરીજનો કાંપી ઉઠ્યા હતા.
જામસાહેબ પર આ શું બોલી ગયા પી.ટી.જાડેજા? રૂપાલા સામે અપનાવી નવી રણનીતિ
ફિલ્મોમાં જોવા મળતા ગેંગવોરના દ્રશ્યો વાસ્તવિકતામાં જોઈ શહેરીજનો થરથર ધ્રુજી ઉઠ્યા હતા. ઉધના વિસ્તારમાં બનેલી આ ઘટનાની જાણ થતા પોલીસ દોડી ગઈ હતી. બીજી તરફ મૃત યુવકના પરિવારજનો પણ દોડી આવ્યા હતા. જાહેર માર્ગ પર પરિજનોના વિલાપથી વાતાવરણ ગમગીન બન્યું હતું. કેસની વધુમાં મળતી વિગત અનુસાર મૃત યુવકનું નામ ભજન સરદાર (Bhajan Sardar) હોવાનું જાણવા મળ્યું છે. એવું કહેવાય છે કે ભજનસિંગ ચીકલીગર ઉર્ફે ભજન સરદારનો બે મહિના પહેલાં બુટલેગર ભાઉ સરદારના જમાઈ સિંગોડી સરદાર અને તેના માણસો સાથે ઝઘડો થયો હતો. તેની અદાવત રાખી આજે બદલો લેવાના ઈરાદે ભજન સરદાર પર ભાઉ સરદારના માણસોએ તલવારથી હુમલો કર્યો હતો.
જીત માટે હવે ભૂવાજીના શરણે ગેનીબેન! કહ્યું; 'ઘરના ભૂવા હોય તો નારિયેળ ઘર સામે નાંખે'
ભજન સરદાર આજે બપોરે પોતાની બહેનના ઘર પાસેથી નીકળ્યો હતો ત્યારે લક્ષ્મીનારાયણ મંદિર પાસે ભાઉ સરદાર અને તેના માણસોએ ભજન સરદારની સ્કોર્પિયોને બ્લોક કરી દીધી હતી અને તલવાર લઈ તેની પર તૂટી પડ્યા હતા. હુમલાખોરોથી બચવા ભજન સરદાર ભાગ્યો હતો, ત્યારે ખુલ્લી તલવાર લઈ હુમલાખોરો તેની પાછળ દોડ્યા હતા અને દિનદહાડે જાહેર માર્ગ પર હાથ, પગ અને ગળું કાપી ભજન સરદારની ઘાતકી હત્યા કરી હતી.
આંદોલનની ઐસીતૈસી! રૂપાલા સાત લાખથી વધુની લીડ સાથે જીતશે, રાજ્યસભાના સાંસદનો દાવો
સાતથી આઠ હુમલાખોરોએ ભજન સરદારને રસ્તા પર પાડી દઈ રહેંસી નાંખ્યો હતો, જેના લીધે રસ્તા પર માંસના લોચા અને લોહીના ખાબોચિયા ભરાઈ ગયા હતા. ભજન સરદારની હત્યા કર્યા બાદ હુમલાખોરો નાસી છૂટ્યા હતા. મર્ડને નજરોનજર જોનારા લોકોની કંપારી છૂટી ગઈ હતી. ઘટનાની જાણ થતા પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને તપાસ હાથ ધરી હતી.