ધરમ કરતા ધાડ પડી! મિત્રોને મદદ કરવી યુવાનને ભારે પડી! જિંદગીથી હાથ ધોવા પડ્યા, સ્યૂસાઈડ નોટમાં કર્યો ઘટસ્ફોટ
વેરાવળ શહેરમાં ખાનગી મોબાઈલ કંપનીના મેનેજરે તરીકે કામ કરતા પિયુષ ઉર્ફે ભીખો પટેલીયા નામનો યુવાન આશરે એકાદ મહિના પહેલા પોતાના વેરાવળ શહેરમાં આવેલા મકાનમાં ગળાફાંસો ખાઈ આપઘાત કર્યો હતો.
ઝી બ્યુરો/ગીર સોમનાથ: વેરાવળ શહેરમાં મિત્રોની આર્થિક મદદ કરી વ્યાજના વિષ ચક્રમાં ફસાયેલા યુવાને આખરે સ્યૂસાઈડ કરવું પડ્યું છે. એક કરોડથી વધુની રકમમાં યુવાન ફસાયો હતો. સ્યૂસાઈડ નોટમાં ચાર વ્યક્તિઑના નામોનો ઊલ્લેખ પણ કર્યો છે. પોલીસે જેમાંથી બે લોકોને ઝડપી લીધા છે, જ્યારે હજું બે ફરાર છે.
ભાઈએ લીધો ભાઈનો જીવ! પ્રેમિકાની જાળમાં ફસાવ્યો, ભિખારીના કપડાં પહેરાવ્યા, એસીડ છાંટી
વેરાવળ શહેરમાં ખાનગી મોબાઈલ કંપનીના મેનેજરે તરીકે કામ કરતા પિયુષ ઉર્ફે ભીખો પટેલીયા નામનો યુવાન આશરે એકાદ મહિના પહેલા પોતાના વેરાવળ શહેરમાં આવેલા મકાનમાં ગળાફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. આપઘાત પહેલા આ યુવાને સ્યૂસાઈડ નોટ લખી હતી. જેમાં મિત્રોને આર્થિક મદદ કરી ફસાયા હોવાનો ઉલ્લેખ કર્યો હતો. આખરે વેરાવળ સીટી પોલીસે આ કેસની તપાસમાં ચાર પૈકીના બે આરોપીઓને ઝડપી લીધા છે.
'પદ્માવત'ની જેમ આ કિલ્લામાં દફન છે 120 રાજકુમારીઓના મોતનું રાજ, આમાં હતો ખીલજીનો હાથ
સમગ્ર કેસ મામલે વેરાવળ સીટી પોલીસમાં કુલ ચાર વિરુદ્ધ ફરિયાદ નોંધાય છે. જેમાં બેની ધરપકડ કરી લેવામાં આવી છે. વેરાવળ મોબાઈલ કંપનીમાં કામ કરતા પિયુષ ઉર્ફે ભીખા પટેલીયાએ નરેન્દ્ર ઉર્ફે જગો કૃષ્ણ કાંત મુરાબિયા અને ભાવેશ ઉર્ફે ડિસ્કો કૃષ્ણકાંત મુરબીયા ને 2016/17 નાં વર્ષમાં ધંધા માટે 92 લાખ રૂપિયા ઊછીના આપ્યા હતા. જે રૂપિયા આં બન્નેએ પરત ન કરતા ભીખો સંકટમાં હતો. આ સમયે ભીખાને મદદ કરવા અને 92 લાખ રૂપિયા કઢાવી આપવાનું રાજકોટના રમેશ વઢવાણીયાએ મૃતક પિયુષ ઉર્ફે ભીખાને કહી 52 લાખ રૂપિયા મૃતક પાસેથી ઉછીનાં લીધા અને તેમણે પણ મૃતકને આ રૂપિયા પરત ન કરતા ભીખા પર 1.44 કરોડ રૂપિયાનું સંકટ વધ્યું હતું.
ગુજરાતના આ ગામમાંથી રાતો રાત 'ગાયબ' થઈ ગયા હતા 15 હજાર લોકો, છે રહસ્યમયી જગ્યા
જેના કારણે પિયુષ ઉર્ફે ભીખો 1.44 કરોડના મોટા આર્થિક સંકટમાં ફસાયો અને મિત્રો કુટુંબી પાસેથી ઊછીનાં પૈસા લીધા અને બાદમાં તેણે મુકેશ ઉર્ફે મુનાભાઈ પટેલીયા પાસેથી 12 લાખ ઉછીનાં લીધા, જેનું વ્યાજ વસૂલવા પઠાણી કરવામાં આવતી હતી. એટલું જ નહિ તેણે આપેલા ચેકોમાં ઉચી રકમ ભરી બાઊન્સ કરી ધમકી આપી હતી. આ કારણે ભીખાએ આત્મહત્યા કરી હતી. મૃતક પિયુષ ઉર્ફે ભીખાને માનસિક ત્રાસ આપ્યાની ફરિયાદ મૃતકના પત્ની કિરણ બેને નોંધાવતા પોલીસે બે આરોપી નરેન્દ્ર કૃષ્ણ કાંત મુરબીયા અને ભાવેશ કૃષ્ણકાંત મૂરબિયાની ધરપકડ કરી છે, જ્યારે અન્ય બે આરોપીઓની શોધખોળ હાથ ધરી છે.
ગુજરાતના આ મંદિરોમાં દફન છે અજાણ્યા રહસ્યો, દેશ-વિદેશના લોકોમાં છે આસ્થાનું કેન્દ્ર