ઉત્તરાયણના એક મહિના પહેલા ઘાતક દોરાનો કહેર; સુરતમાં ગળું કપાઈ જતાં 9 ટાંકા આવ્યા!
સુરતના ઓલપાડના કોબા ગામે દોરીથી યુવકનું ગળું કપાયું છે. નોકરી જતા સમયે પતંગની દોરીથી નીતિન પટેલનું ગળું કપાયું છે. ઉત્તરાયણના એક મહિના પહેલાં જ ઘાતક દોરાનો કહેર શરૂ થઈ ચૂક્યો છે. ગળું કપાઈ જતાં નીતિન પટેલને 9 ટાંકા આવ્યા છે. જોકે સદ્દનસીબે તેઓ બચી ગયા છે.
સંદીપ વસાવા/સુરત: ઉત્તરાયણના પર્વને હજુ ઘણા દિવસો બાકી છે, પરંતુ તે પહેલા જ પતંગની દોરીની રામાયણ શરૂ થઈ ગઈ છે. અત્યારથી જ આકાશમાં પતંગો ઉડતા લોકોના ગળા કપાવા લાગ્યા છે. સુરત શહેરના ઓલપાડના કોબા ગામે યુવાન બાઇક પર પત્ની સાથે પસાર થઈ રહ્યો હતો, ત્યારે પતંગની દોરી ગળામાં લપટાઈ જતા ગળું કપાઈ જવાની ઘટના બની છે.
આ ઘટનાની મળતી માહિતી પ્રમાણે, સુરતના ઓલપાડના કોબા ગામે દોરીથી યુવકનું ગળું કપાયું છે. નોકરી જતા સમયે યુવક પર પતંગની દોરી પડી હતી અને નીતિન પટેલ નામના યુવકનું ગળું કપાયું છે. ગળું કપાઈ જતાં નીતિન પટેલને 9 ટાંકા આવ્યા છે. જોકે સદ્દનસીબે તેઓ બચી ગયો છે. ઉત્તરાયણના એક મહિના પહેલાં જ ઘાતક દોરાનો કહેર શરૂ થઈ ચૂક્યો છે.
બોરસદ બ્રિજ પર પતંગની દોરીથી યુવકનું ગળુ કપાયું
ઉલ્લેખનીય છે કે, થોડા દિવસ પહેલા આણંદ શહેરમાં બોરસદ ચોકડી બ્રિજ પર વિદ્યાનગરથી ઘર તરફ જઈ રહેલા મોગર ગામના યુવકના ગળામાં દોરી ભરાતા તેને ગંભીર ઈજા પહોંચી હતી. સોમવારે તેઓ સાંજે છ વાગ્યે બાઈક લઈને ઘરે જતો હતો ત્યારે બોરસદ ચોકડી બ્રિજ પર અચાનક પતંગની દોરીથી ગળું કપાયું હતું. લોહી લુહાણ હાલતમાં ત્યાં જ ફસડાઈ પડ્યો હતો. આ અંગેની જાણ તાત્કાલિક 108ને કરાતા તેને સારવાર અર્થે કરસમદની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયો હતો.
ચાઈનીઝ દોરી પર પ્રતિબંધની ખાસ જરૂર
સરકાર દ્વારા અગાઉથી ચાઈનીઝ દોરીના વેચાણ અને વપરાશ પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. છતાં હજુ કેટલાક વેપારીઓ દ્વારા છૂપી રીતે તેનું વેચાણ કરવામાં આવતું હોય છે કારણ કે મોટાભાગના પતંગરસિકો ચાઈનીઝ દોરી વાપરવાનો આગ્રહ રાખતા હોય છે. તંત્ર દ્વારા ચાઈનીઝ દોરીનું વેચાણ અને તેના વપરાશ પરના પ્રતિબંધનું ચુસ્તપણે પાલન કરાવવામાં આવે તેની ખાસ જરૂર છે.