રાજકોટના યુવા શિક્ષકે એક રૂપિયાના સિક્કા કરતા પણ ઓછા વજનની હનુમાન ચાલીસા બનાવી, ગિનિસ બુકમાં મળ્યું સ્થાન
રાજકોટમાં એક શિક્ષકે અનોખી હનુમાન ચાલીસા બનાવી છે. આ હનુમાન ચાલીસાનું વજન એક રૂપિયાના સિક્કા કરતા પણ ઓછું છે. કેવી રીતે શિક્ષકને આ હનુમાન ચાલીસા બનાવવાનો વિચાર આવ્યો, વાંચો સંપૂર્ણ અહેવાલ.
દિવ્યેશ જોશી, રાજકોટઃ રાજકોટનો એક યુવા શિક્ષક કે જેને એક રૂપિયાના સિક્કા કરતા પણ ઓછા વજનની એટલે કે 700 મિલિગ્રામની 22 પેજની હનુમાન ચાલીસા બનાવી છે આ યુવાને અત્યાર સુધીમાં અલગ અલગ 44 ધાર્મિક પુસ્તકો લખ્યા છે ઓછામાં ઓછા વજનની 22 પેજની બુક તરીકે યુવાને બનાવેલી હનુમાન ચાલીસાને વર્લ્ડ ગિનિસ બુકમાં સ્થાન મળ્યું છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ આ યુવાનની કામગીરી અને આવડત ખૂબ જ પ્રભાવિત થયા હતા.. વર્ષ 2023 માં જે નવી શિક્ષણ નીતિ આવી રહી છે તેમાં પણ આ યુવાનને કામ કરવા માટેનો મોકો પ્રધાનમંત્રી મોદીએ આપ્યો છે ત્યારે આ યુવાનને ૭૦૦ મિલિગ્રામ વજનની હનુમાન ચાલીસા બનાવવાનો ખ્યાલ ક્યાંથી આવ્યો ચાલો તે જાણીએ.
યુવા શિક્ષક નિકુંજભાઇએ 11 દિવસમાં સામાન્ય બોલપેનથી અતિસૂક્ષ્મ લેખન સાથે હનુમાન ચાલીસા તૈયાર કરી છે. જેનું વજન માત્ર 700 મિલિગ્રામ છે અને તેની સાઇઝ 30X5 મિલિમીટરની છે. આખી હનુમાન ચાલીસા 22 પેજમાં સમાવવામાં આવી છે. પહેલી જ વખત હસ્તપ્રતથી લખાયેલી અતિસૂક્ષ્મ હનુમાન ચાલીસા વિશ્વની સૌથી નરી આંખે લખાયેલી છે. જેથી આ બુકને વર્લ્ડ ગિનિસ બુકમાં સ્થાન મળ્યું છે. અગાઉ રામાયણ, મહાભારત અને શ્રીમદ્ ભગવદ્ ગીતા જેવા ગ્રંથો સૂક્ષ્મ પુસ્તિકાના સ્વરૂપમાં તૈયાર કરી વિશ્વ રેકોર્ડમાં સ્થાન મેળવ્યું છે.
આ પણ વાંચોઃ સ્મશાનમાં અંતિમ સંસ્કારના કામમાં પણ ભ્રષ્ટાચાર? અહીં તો બે આંખની શરમ રાખવી હતી
યુવા શિક્ષક નિકુંજભાઇએ 2009માં ગીનીશ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડઝ અને અમેરિકાનો રિપ્લીઝ બિલિવ ઇટ ઓર નોટનો 2010માં એવોર્ડ મળ્યો છે. જ્યારે તેમના આવિષ્કાર બદલ 2006 અને 2009માં લિમ્કા બુક ઓફ રેકોર્ડઝ અને 2010માં ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડઝમાં તેમને સ્થાન મેળવ્યું છે
યુવા શિક્ષક નિકુંજભાઈએ ઝી 24 કલાક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે મારી કાર્યપદ્ધતિથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ખુશ થયા હતા અને આવનારા દિવસોમાં એટલે કે વર્ષ 2023 માં જે નવી શિક્ષણ નીતિ આવી રહી છે તેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આગ્રહ છે કે દરેક બાળકને પુસ્તકના બદલે પ્રયોગવાળું જ્ઞાન મળે. વિદ્યાર્થીઓ ઉપર પુસ્તકને લીધે જે ભાર વારો ભણતર છે તે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દૂર કરવાનું ઈચ્છી રહ્યા છે જેથી જ મારી કામગીરી અને આવડતને લઈને મને નવી શિક્ષણ નીતિમાં કામ કરવાની તક મળી છે અને તે બાબતે મારું પ્રેઝન્ટેશન પણ ચાલુ છે.
આ પણ વાંચોઃ ફિવર અને હિટસ્ટ્રોકના કેસોમાં મોટો વધારો, 108ને દરરોજ મળે છે 3500 ઈમરજન્સી કોલ
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube