અમદાવાદ : શહેરનાં નરોડા વિસ્તારમાં એક યુવતીનો ચોંકાવનારો વીડિયો સામે આવ્યો છે. જેમાં એક યુવતીને થાંભલા સાથે બાંધીને માર મારવામાં આવી રહ્યો હોવાનું દેખાય છે. વીડિયો વાયરલ થયા બાદ પોલીસ દોડતી થઇ છે અને આ અંગે કાર્યવાહી પણ શરૂ કરી દીધી છે.મળતી માહિતી અનુસાર આ વીડિયો નરોડા વિસ્તારમાં આવેલા નવકાર જ્વેલર્સની બહારનો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વીડિયોમાં લોકો યુવતીને માર મારતા જોવા મળે છે. આ યુવતીએ દુકાનની અંદર લૂંટનો પ્રયાસ કર્યો હતો. ત્યાર બાદ લોકોએ તેને પકડીને દોરડા વડે જ્વેલર્સની બહાર થાંભલા સાથે બાંધી દીધી હતી. મળતી માહિતી અનુસાર યુવતી સોનું લેવાના બહાને આવી હતી. પહેલા તે સોનું ખરીદવું હોય તે પ્રકારે પુછપરછ કરે છે. પછી અચાનક બીજા હાથમાં રહેલો સ્પ્રે કાઢે છે અને જ્વેલર્સના માલિક પર છાંટીને લૂંટ કરવાનો પ્રયાસ કરે છે. જો કે તે સફળ નથી થતીઅને પકડાય જાય છે. 


જો કે આ વીડિયો વાયરલ થયા બાદ પોલીસ દોડતી થઇ છે. સમગ્ર મામલે તપાસ આદરી છે. બંન્ને પક્ષો દ્વારા સામસામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. પોલીસ અધિકારીના અનુસાર યુવતી સામે લૂંટની ફરિયાદ દાખલ કરવામાં આવી છે. બીજી તરફ યુવતીએ પણ માર મારવા અંગે પોલીસ ફરિયાદ કરી છે. બંન્ને કેસની તપાસ બાદ ધરપકડ કરવામાં આવશે. યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે તેવું પોલીસે જણાવ્યું છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube