વડનગરના સબલપુરના યુવકનું 25 જુલાઈએ થયું હતું અપહરણ; ત્રણની ધરપકડ, જાણો સમગ્ર ઘટના
ગત જુલાઈ માસમાં વડનગરના સબલપુર ગામના જગદીશ કાંતિજી ઠાકોર નામના યુવકનું સ્કોર્પિયોમાં આવેલા અજાણા સક્ષોએ પોલીસની ઓળખ આપીને અપહરણ કર્યું હતું. અપહરણ બાદ આ શખ્સોએ જગદીશ ઠાકોર પાસે રૂપિયા 25 લાખની ખંડણી માગી હતી.
તેજસ દવે/મહેસાણા: વડનગર નજીકથી યુવકનું અપહરણ કરી રૂપિયા 25 લાખની ખંડણી માગનાર આરોપીઓની ધરપકડ કરાઈ છે. આ ઘટનામાં બે આરોપીની ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કર્યા બાદ સ્થાનિક વડનગર પોલીસે પણ વધુ ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે. ગત જુલાઈ માસમાં બનેલી અપરણની ઘટનામાં રૂપિયા 25 લાખની ખંડણી માગવામાં આવી હતી. જોકે રૂપિયા ના મળતા અપહ્યત યુવકને છોડી દેવાયો હતો.
યાત્રાધામ પાવાગઢમાં મોટી દુર્ઘટના ટળી! રોપ-વેમાં બેઠેલા શ્રદ્ધાળુઓના શ્વાસ થયા અદ્ધર
મહેસાણાના વડનગર નજીકથી ગત 25 જુલાઈએ થયેલા યુવકના અપહરણના કેસમાં ક્રાઈમ બ્રાન્ચ અને વડનગર પોલીસે આરોપીઓની ધરપકડ કરી લીધી છે. ગત જુલાઈ માસમાં વડનગરના સબલપુર ગામના જગદીશ કાંતિજી ઠાકોર નામના યુવકનું સ્કોર્પિયોમાં આવેલા અજાણા સક્ષોએ પોલીસની ઓળખ આપીને અપહરણ કર્યું હતું. અપહરણ બાદ આ શખ્સોએ જગદીશ ઠાકોર પાસે રૂપિયા 25 લાખની ખંડણી માગી હતી. જોકે યુવક પાસે કોઈપણ રીતે રૂપિયા મળી શકે એમ નહીં લાગતા જગદીશ ઠાકોરને આ શખ્સો એ સાબરકાંઠાના પ્રાંતિજ પાસે છોડી મૂક્યો હતો.
ક્રિકેટર યુવરાજ સિંહના ઘરે એકદમ ક્યૂટ દીકરીનો જન્મ, સોશિયલ મીડિયા પર ફોટો વાયરલ
જે સમગ્ર ઘટનામાં ફરિયાદી જગદીશ ઠાકોરે વડનગર પોલીસે ફરિયાદ નોંધાવી હતી. જે ગુનાના 2 આરોપી પૈકી વિજાપુરના હિરપુરાના પટેલ આનંદ ડાહ્યાભાઈ અને રાઠોડ શૈલેષ સિંહ રંગુસિંહ ની ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી હતી. જે બંનેને વડનગર પોલીસને સોંપ્યા બાદ વડનગર પોલીસે બંને આરોપીઓના રિમાન્ડ દરમિયાન વધુ આરોપીઓના નામ ખુલતા ત્રણ વધુ આરોપીઓની ધરપકડ કરી છે. જેમાં હિરપુરાના ઠાકોર હરેશ અને ઠાકોર કુલદીપ સિંહ તેમજ સબલપુરના હીરાજી કુંવરજી, વિજાપુરના પટેલ ચિરાગ ના પણ અપરણના ગુનામાં નામ ખુલ્યા હતા.
ગુજરાતમાં ખાખીને લજવવા વાળા ઓછા નથી! 'લિસ્ટેડ' બુટલેગર અને PSI એક જ સ્ટેજ પર- VIDEO
જે પૈકી વડનગર પોલીસે ઠાકોર હરેશ, ઠાકોર કુલદીપ અને હીરાજીની ઉત્તર પકડ કરાઇ છે. તો પટેલ ચિરાગ ને શોધવા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. આ ગુનામાં ક્રાઈમ બ્રાન્ચે પકડેલા બંને આરોપીઓ દાહોદ અને ગોધરા બાજુના આદિવાસીઓ હોવાનું જાણવા મળ્યું હતું.