ઉદય રંજન, અમદાવાદઃ  પૈસાની લેતીદેતીમાં એક યુવકનું અપહરણ કરવામાં આવ્યું હતું. પોલીસને કંટ્રોલ મેસેજ મળતા જ યુવકને છોડાવી લેવામાં આવ્યો. બોડકદેવ પોલીસે ગણતરીના કલાકોમાં બે આરોપી ધરપકડ કરી ગુનાનો ભેદ ઉકેલ્યો છે. જાણો કોણ હતા અપહરણ કરનાર આરોપી અને શું કામ આ ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પોલીસે ધીરજ પાંડે અને નીરજ પાઠકની અપહરણ કેસમાં ધરપકડ કરી છે. બન્ને આરોપી ભેગા મળીને જયરાજ સુરતી નામના યુવકનું બાઇક પર અપહરણ કરી એક ગોડાઉનમાં ગોંધી રાખ્યો હતો. ઘટનાની વિગતવાર વાત કરીએ તો ગોતામાં રહેતો જયરાજ સુરતી ડીજે વગાડવાનો વ્યવસાય કરે છે. થોડાક દિવસ પહેલા આરોપી ધીરજ પાંડે અને ફરિયાદી યુવક જયરાજ સુરતીએ ITC નર્મદા હોટલ ખાતે એક ઇવેન્ટ નું કામ લીધું હતું. જે બાદ ફરિયાદી અને આરોપી વચ્ચે પૈસાની લેતીદેતી ચાલતી હતી. 


આ પણ વાંચોઃ કૂતરું ભસ્યું અને ગાય દોડીને સ્કૂટરને અથડાઈ, હવે કૂતરાના માલિક સામે થઈ ફરિયાદ


જેમાં આરોપીને 57 હજાર રૂપિયા ફરિયાદી જયરાજ સુરતી પાસે લેવાના હતા. આ પૈસા જયરાજ આપતો ન હોવાથી બન્ને આરોપીઓ ભેગા મળી અપહરણ કરી લઈ ગયા હતા. જેનો પોલીસ કંટ્રોલ રૂમ મેસેજ મળતા થલતેજ નજીક એસ.કે.કેટરસ ગોડાઉનમાંથી યુવક છોડાવ્યો હતો.


પોલીસ તપાસ કરતા દાણીલીમડા પાસે આવેલ આશિષ હોટલમાં ફરિયાદી જયરાજ બેઠો હતો..તે સમયે આરોપી ધીરજ પાંડે અને નીરજ પાઠક આવીને જયરાજ સાથે ઝઘડો કરીને બાઇક પર અપહરણ કરીને થલતેજ લઈ ગયા. જે થલતેજ વોટર વર્ક્સ પાસે આરોપી નીરજ પાઠક ડેકોરેશનના ગોડાઉનમાં બેસાડી રાખ્યો હતો. રવિવારે સવારે 10.30 વાગ્યે ગોડાઉન પર ગોંધી રાખીને સાંજના 6.30 વાગ્યા સુધી રાખ્યો હતો. આરોપી ઓ પૈસા આપવા ફરિયાદી જયરાજ દબાણ કરતા હતા. જેથી જયરાજે એક ફોન કરવાનું કહ્યું હતું. 


આ પણ વાંચોઃ ગુજરાતના નડિયાદમાં વિદ્યાર્થિનીની આત્મહત્યા, પોલીસ પિતા પણ કંઈ ના કરી શક્યા


બાદમાં આરોપીઓ ફોન આપ્યો હતો ત્યારે જયરાજ તેની માતા મીનાબેને સીધો ફોન કરીને કહ્યું કે મારું અપહરણ થઈ ગયું છે. જે બાદ મીનાબેન પોલીસ કંટ્રોલમાં જાણ કરતા બોડકદેવ પોલીસે મોબાઇલ ફોન ટ્રેસ કરીને આરોપી લોકેશન કાઢી ફરિયાદી જયરાજ છોડાવ્યો હતો. ત્યાં અપહરણ કરનાર બન્ને આરોપીની ધરપકડ કરી હતી. સામાન્ય પૈસાની લેતીદેતીમાં અપહરણ  કરનાર બન્ને આરોપીને પોલીસે જેલ હવાલે કર્યા છે. બન્ને આરોપી અપહરણ કરવા પાછળ કોઈ અન્ય કારણ છે કે કેમ જેને લઈ તપાસ શરૂ કરી છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube