બાપ રે! ગુજરાતમાં હવે આ શું થઈ રહ્યું છે, માત્ર 50 રૂપિયા માટે થઈ યુવકની ઘાતકી હત્યા
ઇસનપુર વિસ્તારમાં 30 વર્ષીય નિલેષ બાથમ પરિવાર સાથે રહેતો હતો અને ઓટો રિક્ષા ચલાવી પરિવારનું ગુજરાન ચલાવતો હતો. નિલેષને અજાણ્યા શખ્સોએ ઝઘડો કરી છરી મારીને ફરાર થઈ ગયા હતા.
ઉદય રંજન/અમદાવાદ: ઇસનપુરમાં રૂ 50 માટે એક યુવકને છરીના ઘા ઝીકીને કરાઈ હત્યા છે. આ ઘટનામાં પોલીસે એક સગીર સહિત 3 આરોપીની ધરપકડ કરી છે. પૈસાની લેતી દેતીની અદાવતમાં આ હત્યા કરી હોવાનું ખુલ્યું છે. ત્યારે મનમાં હવે સવાલ થાય છે કે કોણ છે આ આરોપીઓ કે જેણે માત્ર 50 રૂપિયા માટે હત્યા જેવા ગુનાને અંજામ આપ્યો છે.
આ ઘટના વિશે મળતી માહિતી પ્રમાણે, પોલીસે ધરપકડ કરેલ આરોપીનું નામ શુભમ રાજપૂત અને શિવમ બાથમ છે. કે જેણે રૂ 50 માટે એક યુવકની હત્યા કરી દીધી છે. ઘટનાની ઘટના વિશે જાણીએ તો ઇસનપુર વિસ્તારમાં 30 વર્ષીય નિલેષ બાથમ પરિવાર સાથે રહેતો હતો અને ઓટો રિક્ષા ચલાવી પરિવારનું ગુજરાન ચલાવતો હતો. નિલેષને અજાણ્યા શખ્સોએ ઝઘડો કરી છરી મારીને ફરાર થઈ ગયા હતા. ત્યારબાદ ઇજાગ્રસ્ત નિલેશને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો. જ્યાં સારવાર દરમિયાન નિલેશ ભાઈનું મૃત્યુ થયું. પોલીસે આ હત્યાનો ગુનો નોંધી CCTV ચેક કરતા બાઈક પર આવેલા આરોપીને મૃતકની બહેન ઓળખી જતા હત્યાનો ભેદ પોલીસે ઉકેલી કાઢીને સગીર સહિત 3ની ધરપકડ કરી છે.
પકડાયેલા આરોપી શુભમ અને શિવમ શાકભાજીની લારીમાં ધંધો કરે છે. મૃતક નિલેશ આરોપી પાસે રૂ 50 લેવા ગયો હતો. પરંતુ આરોપી પૈસા આપતો ન હતો. જેથી નિલેશ રોજ ઉઘરાણી કરવા જતો હતો. જેની અદાવત રાખીને આરોપીએ હત્યા કરવાનું ષડયંત્ર રચ્યું અને પોતાના ભાઈ સાથે મળીને નિલેશ પર છરીના ઘા ઝીંકી દીધા. પરંતુ આરોપી અને મૃતક કુટુંબમાં સંબંધી થતા હોવાથી મૃતકની બહેન તેઓને ઓળખી ગઈ હતી. આરોપીઓ સામાન લઈને ઉત્તર પ્રદેશ ફરાર થઇ જવાના પ્રયાસમાં જ હતા, પરંતુ પોલીસે તેઓને ઝડપી લીધા.
રૂપિયા 50 માટે એક યુવકની હત્યા કેસમાં પોલીસે આરોપીઓની ધરપકડ કરીને હત્યા માટે ઉપયોગમાં લીધેલું હથિયાર જપ્ત કરવાની કાર્યવાહી કરી છે. આ હત્યા ફક્ત 50 રૂપિયા માટે જ થઈ કે અન્ય કોઈ કારણ છે તે મુદ્દે વધુ તપાસ શરૂ કરી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube