વટવામાં ધુળેટીની મજાકમાં ઘાતકી મર્ડર, 1,2,3 નહીં 10 જેટલા માથામાં ફટકા માર્યા, આરોપી જાપ્તામાં
શહેરના પૂર્વ વિસ્તારમાં ફરી એકવાર હત્યાનો બનાવ સામે આવ્યો છે, જેમાં એક તરફ હોળી ધૂળેટીના તહેવારો ની ઉજવણી ચાલી રહી હતી. ત્યારે વટવા GIDC વિસ્તારમાં હત્યાની ઘટના પ્રકાશમાં આવી હતી. જેમાં ફેકટરીમાં કામ કરતા એક યુવકે લાકડાના ફટકા મારી અન્ય યુવકની હત્યા કરી હતી.
ઉદય રંજન/અમદાવાદ: શહેરના પૂર્વ વિસ્તારમાં ફરી એકવાર હત્યાનો બનાવ સામે આવ્યો છે, જેમાં એક તરફ હોળી ધૂળેટીના તહેવારો ની ઉજવણી ચાલી રહી હતી. ત્યારે વટવા GIDC વિસ્તારમાં હત્યાની ઘટના પ્રકાશમાં આવી હતી. જેમાં ફેકટરીમાં કામ કરતા એક યુવકે લાકડાના ફટકા મારી અન્ય યુવકની હત્યા કરી હતી.
ગાંધીનગરમાં PM મોદી અને શંકરસિંહ વાઘેલા વચ્ચે એક કલાક થઇ મુલાકાત, જાણો શું ચર્ચા થઈ?
અમદાવાદના વટવા GIDCમાં ફેઝ 1 માં પુષ્પક ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટની બાજુમાં ડાયનેમિક ડાઈઝ નામની કંપનીમાં ધુળેટીની રજા હોવાથી સત્યા ઉર્ફે ટુનું નાયક અને તેની સાથેના મિત્રો કંપની બહાર મજાક મસ્તી કરી રહ્યા હતા. તે સમયે દીપક નાયક અને કાનુ નાયક બંને વચ્ચે કઈ બાબતને લઈને ઝઘડો થયો હતો, જે સમયે ફરિયાદીએ બંને વચ્ચે ઝઘડો ન કરવાનું સમજાવીને સમાધાન કર્યું હતું.
ગુજરાતના ITI પાસ યુવક-યુવતીઓ માટે સુવર્ણ અવસર, આ ભરતીમાં અપાશે આટલા બોનસ ગુણ
ત્યારે સાંજના સમયે સત્યા નાયક તેમજ તેનો મિત્ર દીપક નાયક તેમજ મનુ નાયક કંપનીમાં હાજર હતા. તે દરમિયાન સાંજે 7 વાગે આસપાસ કાનુ નાયક કંપનીમાં આવ્યો હતો અને દીપક નાયકને બપોરે મારી સાથે કેમ ઝઘડો કેમ કર્યો હતો તેમ કહીને ગાળા ગાળી કર્યા બાદ ઝપાઝપી કરી હતી. તે દરમિયાન કાનુ નાયકે કંપનીમાં પડેલ ભઠ્ઠી સળગાવવાના લાકડામાંથી એક લાકડાનો ટુકડો લઈને તેનાથી દિપક નાયકના માથામાં તેમજ મોઢા ઉપર ઉપરાછાપરી ઘા માર્યા હતા.
ગુજરાતના ખેડૂતો માટે ફરી માઠા સમાચાર, આ તારીખથી ફરી કડાકા ભડાકા સાથે ત્રાટકશે મેઘો
જેના કારણે દીપક નાયક ને લોહી નીકળવા લાગ્યા તે જમીન ઉપર પડી ગયો હતો. તે વખતે મનુ નાયક એ કનુ નાયક ને પકડી લીધો હતો. જોકે દીપક નાયકને ખૂબ જ લોહી નીકળતું હોય ત્યારે તેને બચાવવા જતા તે સમયે કનુ નાયક અને તેનો ભાઈ મનુ નાયક બંને કંપની માંથી ભાગી ગયા હતા.અને આ આખી સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી.
ભાઈ-બહેન હતા કઢંગી હાલતમાં: માતાએ જોઈ લેતાં બંનેએ માનું ધાવણ લજવે એવો કર્યો કાંડ
જે બાદ સત્યા નાયકે કંપનીના શેઠ ને જાણ કરી હતી અને બાદમાં 108ને બોલાવી દિપક નાયકને સારવાર માટે LG હોસ્પિટલમાં લઇ જવામાં આવતા તબીબે મૃત જાહેર કર્યો હતા. આ સમગ્ર મામલે વટવા GIDC પોલીસે કનું નાયક નામના ઓરિસ્સાના યુવક સામે હત્યાનો ગુનો દાખલ કરી આરોપીઓની ધરપકડ કરી છે.ત્યારે પ્રાથમિક તપાસમાં સામે આવ્યું હતું કે મૃતક અને આરોપી વચ્ચે મજાક મસ્તી થઇ હતી જેમાં ઉગ્ર સ્વરૂપ થઇ જતા હત્યા સુધી નો બનાવ બનવા પામ્યો હતો.