ગૌરવ પટેલ/ગાંધીનગર: ગુજરાતમાં એકતરફ આજે ચૂંટણીની તારીખો જાહેર થઈ ગઈ છે. ત્યાં બીજી તરફ સત્તા પક્ષ ભાજપ સહિત તમામ રાજકીય પક્ષો ચૂંટણી જીતવા એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. આમ આદમી પાર્ટીએ ઉમેદવારોની 10મી યાદી જાહેર કરી દીદી છે. આજે આમ આદમી પાર્ટીએ વધુ 21 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. આમ આદમી પાર્ટીએ વધુ 21 ઉમેદવારનું લીસ્ટ જાહેર કર્યું છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બીજી તરફ આમ આદમી પાર્ટીએ શુક્રવારે ગુજરાતના સીએમના ચહેરાનું નામ જાહેર કરી દીધું છે. મહત્વનું છે કે, અત્યાર સુધીમાં આમ આદમી પાર્ટી 139 ઉમેદવાર જાહેર કરાયા છે. 


વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ ગુજરાતમાં ખૂબ જોરશોરથી પ્રચાર શરૂ કરી દીધો છે. તેમજ તેમણે અત્યાર સુધીમાં 139 ઉમેદવારો પણ જાહેર કરી દીધા છે. આમ આદમી પાર્ટીના મુખ્યમંત્રી પદના ચહેરાને લઈને પહેલા જ જાહેરાત કરવામાં આવી છે. 


આમ આદમી પાર્ટીએ વધુ 21 ઉમેદવારનું લિસ્ટ જાહેર કર્યું.


  • ૧ વાવ થી ડોક્ટર ભીમ પટેલ

  • ૨ ઠક્કરબાપાનગર થી સંજય મોરી

  • ૩ બાપુનગર થી રાજેશભાઈ દીક્ષિત

  • ૪ દસ્કોઈ થી કિરન પટેલ

  • ૫ ધોળકા થી જાત્તુબા ગોલ

  • ૬ ધાંગધ્રા થી વાગજીભાઈ પટેલ

  • ૭ વિરમગામ થી કુંવરજી ઠાકોર

  • ૮ માણાવદર થી કરશન બાપુ ભદ્રકા

  • ૯ ધારી થી કાંતિભાઈ સતાસિયા

  • ૧૦ સાવરકુંડલા થી ભરત નાકરની

  • ૧૧ મહુવા અમરેલી થી અશોક જોલિય

  • ૧૨ તળાજા થી લાલુ બેન નરશીભાઈ ચૌહાણ

  • ૧૩ ગઢડા થી રમેશ પરમાર

  • ૧૪ ખંભાત થી ભરતસિંહ ચાવડા

  • ૧૫ સોજીત્રા થી મનુભાઈ ઠાકોર

  • ૧૬ લીમખેડા થી નરેશ પુનાભાઈ બારીયા

  • ૧૭ પાદરા થી જયદીપસિંહ ચૌહાણ

  • ૧૮ વાગરા થી જયરાજ સિંઘ

  • ૧૯ અંકલેશ્વર થી અંકુર પટેલ

  • ૨૦ માંગરોળ બારડોલી થી સ્નેહલ વસાવા

  • ૨૧ સુરત વેસ્ટ થી મોકકેશ સંઘવી


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube