Gujarat Election: ગુજરાત વિધાનસભાની ચૂંટણી જાહેર થઈ ચૂકી છે. ત્યારે આમ આદમી પાર્ટી એડીચોટીનું જોર લગાવી રહી છે. આજે આમ આદમી પાર્ટીએ વધુ એક ઉમેદવારનું લિસ્ટ જાહેર કર્યું છે. અત્યાર સુધી 151 ઉમેદવાર જાહેર કરી ચૂક્યા છે. આજની ઉમેદવારી લીસ્ટ સાથે 158 ઉમેદવાર જાહેર કર્યા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આજે આમ આદમી પાર્ટીએ વધુ 7 ઉમેદવારો સાથે એક ઉમેદવારનું લિસ્ટ જાહેર કર્યું છે. ફતેપુરાથી ગોવિંદ પરમાર, અંજારથી અર્જુન રબારીને ટિકિટ અપાઈ છે. અત્યાર સુધીમાં આપના કુલ 158 ઉમેદવાર જાહેર કરાયા છે.


આજે AAP એ વધુ 07 ઉમેદવાર જાહેર કર્યા


1 અંજાર થી અર્જન રબારી


2 ચાણસ્મા થી વિષ્ણુભાઈ પટેલ


3 દહેગામ થી સુહાગ પંચાલ



4 લીમડી થી મયુર સાકરીયા


5 ફતેપુરા થી ગોવિંદ પરમાર


6 સયાજીગંજ થી સ્વેજળ વ્યાસ


૭ ઝઘડિયા થી ઊર્મિલા ભગત