ગુજરાત આમ આદમી પાર્ટી એક્શન મોડમાં: સંગઠનનું બીજું લિસ્ટ જાહેર, એક ક્લિકમાં જાણો સમગ્ર યાદી
આ અંગે ખુદ AAPએ ટ્વિટ કરીને જણાવ્યું છે કે, `આગામી વિધાનસભાની ચૂંટણીમાં લડાઈ લડવા માટે લગભગ 6098 જેટલા નવા પદાધિકારીઓની નિમણૂંક કરવામાં આવી છે.`
ઝી બ્યુરો/અમદાવાદ: ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા તમામ રાજકીય પક્ષોએ પોતપોતાની રીતે તડામાર તૈયારીઓ શરૂ કરી દીધી છે. તમામ પક્ષો આગામી ચૂંટણીમાં જીત હાંસલ કરવા પોતપોતાની રીતે રણનીતિ તૈયાર કરી રહ્યું છે. ત્યારે તાજેતરમાં જ આમ આદમી પાર્ટીએ કુલ 6098 જેટલા પદાધિકારીઓનું બીજું સંગઠન જાહેર કર્યું છે.
જેમાં ધાર્મિક માથુકીયાને AAPની વિદ્યાર્થી પાંખના પ્રમુખ બનાવાયા છે. જ્યારે ભેમાભાઈ ચૌધરીને પ્રદેશ ઉપાધ્યક્ષ બનાવાયા છે. પ્રદેશ કક્ષાએ 148, લોકસભા કક્ષાએ 53 કાર્યકર્તાઓને મહત્વની જવાબદારી સોંપવામાં આવી છે. જિલ્લા સમિતિમાં 1509 કાર્યકર્તાઓને જવાબદારી સોંપાઈ છે તો વિધાનસભા કક્ષાએ 4488 કાર્યકર્તાઓને જવાબદારી સોંપવામાં આવી છે.
આ અંગે ખુદ AAPએ ટ્વિટ કરીને જણાવ્યું છે કે, 'આગામી વિધાનસભાની ચૂંટણીમાં લડાઈ લડવા માટે લગભગ 6098 જેટલા નવા પદાધિકારીઓની નિમણૂંક કરવામાં આવી છે.'
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube