ઝી મીડિયા બ્યુરો: આમ આદમી પાર્ટીએ ડોક્ટર સંદીપ પાઠકને ગુજરાતના પ્રભારી બનાવ્યા છે. પંજાબ વિધાનસભા ચૂંટણી 2022 માં આમ આદમી પાર્ટીની જીતનો શ્રેય મોટાભાગે પાઠકને જાય છે અને તેમને આ જીતના ચાણક્ય માનવામાં આવે છે. એટલું જ નહીં સંદીપ પાઠકના કામથી ખુશ થઈને આમ આદમી પાર્ટીએ તેમને રાજ્યસભાના ઉમેદવાર પણ બનાવ્યા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તો બીજી તરફ હિમાચલ પ્રદેશ માટે દિલ્હીના સ્વાસ્થ્ય મંત્રી સત્યેન્દ્ર જૈનને ઇલેક્શન ઇન્ચાર્જ જ્યારે દુર્ગેશ પાઠકને પ્રભારી બનાવ્યા છે. દિલ્હીના ગ્રેટર કૈલાશથી ધારાસભ્ય સૌરભ ભારદ્વાજને હરિયાણાના ઇલેક્શન ઇન્ચાર્જ જાહેર કર્યા છે. ત્યારે દ્વારકાના ધારાસભ્ય વિનય મિશ્રાને રાજસ્થાનના ઇલેક્શન ઇન્ચાર્જ બનાવવામાં આવ્યા છે. રાઘવ ચઢ્ઢાને પંજાબના સહ પ્રભારી પદથી મુક્ત કરવામાં આવ્યા છે અને હવે આ જવાબદારી ડોક્ટર સંદીપ પાઠક સંભાળશે.


રાજ્યમાં અંગ દઝાડતી કાળઝાળ ગરમીથી લોકોને મળશે રાહત? જાણો શું કહ્યું હવામાન વિભાગે


તમને જણાવી દઈએ કે આ વર્ષના અંતમાં ગુજરાત અને હિમાચલ પ્રદેશમાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. તેને ધ્યાનમાં રાખીને આ પગલાં ઉઠાવવામાં આવ્યા છે. પંજાબ વિધાનસભા ચૂંટણીમાં આપ પાર્ટીએ ઘણું સારું પ્રદર્શન કર્યું છે અને પ્રથમ વખત આ રાજ્યમાં પોતાની સરકાર બનાવી છે. ત્યારે હવે આપ પાર્ટીની નજર અન્ય રાજ્યોની સત્તા મેળવવામાં છે અને અત્યારથી પાર્ટીએ પોતાની તૈયારીઓ શરૂ કરી દીધી છે.


જામનગરમાં અચાનક એક પરિવારના 5 સભ્યો લાપતા, ગુમ થયાનું કારણ અકબંધ; પોલીસે તપાસ હાથ ધરી


કોણ છે સંદીપ પાઠક?
ડોક્ટર સંદીપ પાઠક આઇઆઇટી દિલ્હીમાં ફીઝિક્સના જાણીતા પ્રોફેસર છે. સંદીપ પાઠકને બુથ લેવલ સુધી સંગઠન બનાવવામાં મહારથ હાંસલ છે. આ પહેલા 2020 દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં પણ ડોક્ટર સંદીપ પાઠકે આમ આદમી પાર્ટી માટે કામ કર્યું હતું. સંદીપ પાઠક છત્તીસગઢના મુંગેલી જિલ્લાના લોરમીના રહેવાસી છે. સંદીપ પાઠકનો પરિવાર આજે પણ બટહા ગામમાં સ્થાયી છે.


વન વિભાગનું 'નમો વડ વન' નિર્માણ અભિયાન, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કરાવી રાજ્યવ્યાપી શરૂઆત


GMERS કોલેજોમાં તબીબી અધ્યાપકોની જગ્યા ભરવા બનાવાયેલો લિયનનો નિર્ણય બન્યો ચર્ચાનો વિષય


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube