Loksabha Election 2024: આજે ગુજરાતમાં આપ અને કોંગ્રેસ વચ્ચેના ગઠબંધન વચ્ચે ભરૂચ અને ભાવનગર બેઠક આપને ફાળે ગઈ છે. કોંગ્રેસમાં વિખવાદો વચ્ચે આપે એડવાન્સમાં જ ઉમેદવારો જાહેર કર્યા હતા. આમ આદમી પાર્ટી (AAP) એ 2024ની લોકસભા ચૂંટણી માટે ગુજરાતમાં આદિવાસી અને OBCનો દાવ રમ્યો છે. I.N.D.I.A એલાયન્સ હેઠળ એકસાથે આવેલા બંને પક્ષોનું ગઠબંધન કેટલું સફળ થશે? આ વાત તો લોકસભા ચૂંટણીના પરિણામોમાં નક્કી થશે, પરંતુ હાલમાં આમ આદમી પાર્ટીએ બે બેઠકો પર ભાજપ સામે પડકાર ઉભો કર્યો છે. આ બંને બેઠકો ભાજપનો ગઢ ગણાય છે. 3 દાયકાથી આ બેઠકો પર ભાજપનું વર્ચસ્વ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

AAP-કોંગ્રેસના 'ગઠબંધન' વચ્ચે ગુજરાત કોંગ્રેસને ઝટકો; ડાંગમાં મોટું ગાબડું પડ્યું!


ભાજપનો 26 બેઠક 5 લાખ મતોના માર્જિનથી જીતવાનું લક્ષ્ય
આપ ભલે મસમોટા દાવા કરે પણ એક તીરથી 2 મનસુખને નિશાન બનાવવા આસાન નથી. ગુજરાતમાં છેલ્લી બે ચૂંટણીમાં ક્લીન સ્વીપ કરી રહેલી ભાજપે આ તમામ 26 બેઠકો પાંચ લાખ મતોના માર્જિનથી જીતવાનું લક્ષ્ય રાખ્યું હતું. AAP-કોંગ્રેસ એકસાથે આવવાથી ભાજપે ચોક્કસપણે તેની રણનીતિ બદલવી પડશે. ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે કહ્યું છે કે, ગુજરાતમાં પાર્ટીને ક્લિન સ્વીપ કરતા અટકાવવી એ દિવાસ્વપ્ન જોવા જેવું છે, જ્યારે આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઇસુદાન ગઢવીએ કહ્યું હતું કે ગુજરાતમાં કોંગ્રેસ અને AAPના ગઠબંધન પછી ભાજપને અમે અટકાવીશું. આજે ભાવનગરના ઉમેદવાર ઉમેશ મકવાણીએ સારંગપુરમાં દાદાના દર્શન કરી ભાજપના નેતા નીતિન પટેલના આશીર્વાદ લીધા હતા. 


નડિયાદ સંતરામ મંદિરમાં દિવ્ય સાકર વર્ષા થઈ; શું તમને ખબર છે દરવર્ષે કેમ કરાય છે?


આમ આદમી પાર્ટીએ પાર્ટીના સૌથી લોકપ્રિય અને યુવા ધારાસભ્ય ચૈતર વસાવાને ભરૂચ લોકસભા બેઠક પરથી ઉમેદવાર બનાવ્યા છે. વસાવા જેલમાંથી છૂટ્યા બાદ સ્વાભિમાન યાત્રા કાઢી રહ્યા છે. જેમાં પાર્ટી દ્વારા આપવામાં આવેલા સ્લોગન 'ભરૂચમાં ચૈતર વસાવા હી ચલેગા'થી પ્રચાર કરી રહ્યાં છે.  પાર્ટીએ તેના બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણાને ભાવનગર લોકસભા બેઠકના ઉમેદવાર બનાવ્યા છે. મકવાણા કોળી સમાજમાંથી આવે છે. ભરૂચમાં વસાવા સમાજની વસ્તી લગભગ 38 ટકા છે. ભાવનગરમાં કોળી સમાજની ભાગીદારી સૌથી વધુ છે. હવે જોવાનું એ રહેશે કે ભાજપ AAPના પડકારનો કેવી રીતે સામનો કરે છે? આમ આદમી પાર્ટીના બંને ઉમેદવારોએ I.N.D.I.A એલાયન્સ તરફથી ઉમેદવાર બનાવવા બદલ આભાર વ્યક્ત કર્યો છે. ભરૂચમાં અહેમદ પટેલના પરિવારના રોષ વચ્ચે ચૈતર વસાવાએ પોતાની પ્રતિક્રિયા આપી છે. વસાવાએ કહ્યું કે તેઓ ભરૂચ બેઠક પરથી જીત મેળવીને અહેમદ પટેલને શ્રધ્ધાંજલિ અર્પણ કરશે. 


ચોંકાવનારી ઘટના! મહિલા ગાર્ડનના વોશરૂમમાં ગઈ અને જોતજોતામાં પુરુષ સાથે શરૂ થયો ખેલ..


કોંગ્રેસ અને AAPએ લોકસભા ચૂંટણી માટે ગઠબંધન કર્યું છે. કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીનું ગઠબંધન લંગડા અને આંધળાના જોડી સમાન છે. ભાવનગર અમારી મજબૂત બેઠક છે. ભરૂચમાં કોંગ્રેસ અને AAPના મત ઉમેર્યા બાદ પણ ભાજપ આગળ છે. મને લાગે છે કે બંને પક્ષો દિવાસ્વપ્ન જોઈ રહ્યા હોવાનું જણાવી સીઆર પાટીલે ભાજપ પર ચાબખા ફટકાર્યા હતા. 


આયુષ્યમાન કાર્ડ ધારકો માટે ખુશખબર, આખરે ગુજરાતમાં ખાનગી હોસ્પિટલનો વિવાદ ઉકેલાયો


આપને એક સાથે 2 મનસુખનો કરવો પડશે સામનો
ભરૂચ બેઠક પર ભાજપે સતત 10 ચૂંટણી જીતી છે. કોંગ્રેસના દિવંગત નેતા અહેમદ પટેલના પરિવારનો દાવો ભલે ગમે તે હોય, પરંતુ જ્યારે કોંગ્રેસ કેન્દ્રમાં મજબૂત હતી અને રાજ્યમાં સત્તા પર હતી. ત્યારે પણ કોંગ્રેસ ભરૂચ બેઠક પર વાપસી કરી શકી નથી. ભરૂચમાં પક્ષની સ્થિતિ સતત નબળી થતી રહી. ભાજપના આદિવાસી નેતા મનસુખ વસાવા (66) હાલમાં ભરૂચના સાંસદ છે. તેઓ સતત છ વખત જીત્યા છે. જો પાર્ટી તેમને ફરીથી મેદાનમાં ઉતારશે તો ભરૂચ બેઠક પર વસાવા વિરુદ્ધ વસાવા વચ્ચે જંગ થશે. જોકે, વસાવા ચૂંટણી લડવાનો પહેલેથી ઈન્કાર કરી રહ્યાં છે. વસાવાનો પાર્ટી લાઈન વિરુદ્ધ બળાપા પણ એમની ફરી ટિકિટ મળતાં અટકાવશે. ભાજપ આદીવાસી સમાજમાંથી વસાવાને ટિકિટ આપે તેવી તેવી સંભાવના છે.


એક વાયરલ વીડિયોના કારણે ખેડામા ત્રણ PIની નોકરી ખતરામાં! ગુજરાત પોલીસની આબરૂના ધજાગરા


ભાવનગર બેઠક પણ લાંબા સમયથી ભાજપ પાસે છે. હાલમાં ભારતીબેન શિયાળ અહીંના સાંસદ છે. તે ઓબીસીમાંથી આવે છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયા અહીંથી ભાજપ તરફથી ચૂંટણી લડે તેવી પ્રબળ શક્યતા છે. તેઓ પાટીદાર સમાજમાંથી આવે છે. આવા સંજોગોમાં ગુજરાતની AAP બે મનસુખને ટાર્ગેટ બનાવશે કે પછી ભાજપ હવે નવા સમીકરણોમાં પોતાની યોજના બદલશે તેવી ચર્ચા રાજકીય વર્તુળોમાં થઈ રહી છે.


આગામી બે મહિના ગુજરાતનું હવામાન વિચાર્યું નહીં હોય તેવું રહેશે! જાણો અંબાલાલની આગાહી


AAPએ ભાજપના ગઢ સમાન બે બેઠકો પર પડકાર ફેંક્યો
ગુજરાતની બંને અઘરી બેઠકો પર આમ આદમી પાર્ટીએ જુગાર ખેલ્યો છે. ભરૂચ બેઠક 1989થી ભાજપ પાસે છે જ્યારે ભાવનગર બેઠક 1991થી ભાજપ પાસે છે. બીજી રસપ્રદ હકીકત એ છે કે જ્યારે ભરૂચની સીટ કોંગ્રેસના દિવંગત નેતા અહેમદ પટેલ સાથે સંકળાયેલી છે, ત્યારે ભાવનગર બેઠક વર્તમાન ગુજરાત કોંગ્રેસના પ્રમુખ શક્તિસિંહ ગોહિલનો હોમ જિલ્લો છે. 1990માં ગોહિલ ભાવનગર દક્ષિણમાંથી જીતીને વિધાનસભામાં પહોંચ્યા હતા અને મંત્રી બન્યા હતા. હવે જોવાનું એ રહેશે કે કોંગ્રેસના બે દિગ્ગજ નેતાઓના વિસ્તારોમાં આપને કેટલું કેટલું સમર્થન મળે છે.