ઉમેશ પટેલ/વલસાડ: વલસાડના એન્જિનિયરિંગ કોલેજ ખાતે કોંગ્રેસ અને આપ ઉમેદવાર અને કાર્યકર્તાઓ દ્વારા વાઇફાઇ મોબાઇલમાં આવતું હોવાના કારણે નાયબ ચૂંટણી અધિકારીને રજૂઆત કરાઈ હતી અને તાત્કાલિક ધોરણે આ વાઇફાઇ બંધ કરાવવા માટે વિનંતી કરાઇ હતી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુજરાત વિધાનસભા 2022ની ચૂંટણીને લઈને વલસાડ એન્જિનિયરિંગ કોલેજ ખાતે રાખવામાં આવેલા EVMમાં ચેડા થવાની આશંકાને લઈને એન્જિનિયરિંગ કોલેજ બહાર કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા પહેરો ભરવામાં આવી રહ્યો હતો. એમાં છેડા થવાની આશંકાને લઈને બન્ને પક્ષના કાર્યકર્તાઓ છેલ્લા બે દિવસથી પહેરો ભરી રહ્યા હતા. 


આજરોજ વલસાડના એન્જિનિયરિંગ કોલેજ ખાતે મોબાઇલમાં નમો વાઇફાઇ નેટવર્ક પકડાવાના કારણે બંને પક્ષના કાર્યકર્તાઓ અને ઉમેદવારો દ્વારા નાયબ ચૂંટણી અધિકારીને રજૂઆતો કરી હતી. બંને પક્ષ દ્વારા આક્ષેપો કરતા કહેવામાં આવ્યું હતું કે નમો વાઇફાઇથી હિલિયમમાં છેડા થઈ શકે છે અને EVMને હેક કરવાની હા કોઈ વૃતિ ચાલી રહી હોય તેવું જણાય આવે છે.


બંને પક્ષના કાર્યકર્તાઓ દ્વારા આ સમગ્ર મામલે ચૂંટણી અધિકારીને રજૂઆત કરી હતી, અને તાત્કાલિક ધોરણે આ વાઇફાઇ બંધ થાય તેવી રજૂઆતો કરાઈ હતી.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube