• આપના કેજરીવાલે સુરતના પોતાના નવા ચૂંટાયેલા ઉમેદવારોને સંબોધિત કર્યાં 

  • અરવિંદ કેજરીવાલ (arvind kejriwal) ને નિહાળવા આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં એકઠા થઈ ગયા હતા


તેજશ મોદી/સુરત :સુરત મહાનગર પાલિકાની ચૂંટણી (local election) માં આમ આદમી પાર્ટીને 27 બેઠકો પર જીત મળતાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ (Arivind Kejriwal) આજે સુરતમાં પહોંચ્યા છે. અરવિંદ કેજરીવાલ સુરત પહોંચતા તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું છે. કેજરીવાલ આજે રોડ શો યોજીને મતદારોનો આભાર માન્યો હતો. તેના બાદ અરવિંદ કેજરીવાલે પોતાના 27 કોર્પોરેટરોને સંબોધિત કર્યા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અરવિંદ કેજરીવાલે પોતાના કોર્પોરેટર્સને સૂચના આપતા કહ્યું કે, પ્રજાલક્ષી કાર્ય કરજો. કોઈ રજૂઆત કરવા આવે તો ચોક્કસથી તેમને એક કપ ચા પીવડાવજો. કોઈ પણ ખોટું કામ ભાજપને કરવા દેશો નહિ. મનપામાં ભાજપને કોઈપણ ગેરરીતિ કરવા દેશો નહિ. ભાજપના કોર્પોરેટરોને નાની યાદ કરાવી દેજો. 


આ પણ વાંચો : પાર્ટીના અસંતુષ્ટો પર સૌરભ પટેલનો પ્રહાર, ‘ટિકિટ ન મળી એટલે કોંગ્રેસી થયા, એ કેવી નીતિ’


સંગઠનના નેતા મનોજ સોરઠીયાના ઘરે ભોજન લીધું 
અરવિંદ કેજરીવાલ (arvind kejriwal) ને નિહાળવા આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં એકઠા થઈ ગયા હતા. તો સાથે જ તેમને જોઈને કાર્યકર્તાઓ ગેલમાં આવી ગયા છે. ફૂલહાર સાથે કેજરીવાલનું સ્વાગત કરવામાં આવ્યું હતું. કેજરીવાલને જોઈને આપ ગુજરાત (AAP gujarat) માં નવો જુસ્સો આવ્યો હોય તેવું કાર્યકર્તાઓને અનુભવાયું હતું. જોકે, કેજરીવાલે એરપોર્ટ પર મીડિયા સાથે વાત કરવાનું ટાળ્યું હતું. તેઓ એરપોર્ટથી સીધા જ સર્કિટ હાઉસ તરફ જવા રવાના થયા હતા. તો તેમણે બપોરનું ભોજન આપના સંગઠન મંત્રી મનોજ સોરઠીયાના ઘરે કર્યું હતું. 


આ પણ વાંચો : ‘સોરી મુજે માફ કર દેના...’ લખીને બિહારની વિદ્યાર્થીનીએ વડોદરાની હોટલમાં આત્મહત્યા કરી