ભાવનગર: ગુજરાતમાં જેમ જેમ ચુંટણી નજીક આવી રહી છે, તેમ તેમ આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય લેવલના નેતાઓની ભાવનગરમાં આવનજાવન વધી ગઈ છે, અગાઉ આપના રાષ્ટ્રીય સંયોજક કેજરીવાલ, દિલ્હીના શિક્ષણમંત્રી મનીષ સિસોદિયા સહિત અનેક નેતાઓ ભાવનગરની મુલાકાત લઈ ચૂક્યા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુજરાતની ચૂંટણીમાં ભાવનગરને જાણે કે કેન્દ્રબિંદુ બનાવ્યું હોય તેમ અનેક નેતાઓ વારાફરતી મુલાકાતો ગોઠવી રહ્યા છે, ત્યારે આજે આમ આદમી પાર્ટીના સહ પ્રભારી અને રાજ્યસભાના સાંસદ રાઘવ ચઢ્ઢા બપોરે ભાવનગર આવી પહોંચ્યા હતા. રાષ્ટ્રીય સ્તરના નેતાઓની મુલાકાતથી આપના કાર્યકરોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે, ચુંટણીમાં નવી પેઢી કે જેને પાછલા વર્ષોમાં વીતેલા રાજકારણ અંગે વધુ ખ્યાલ ન હોય એવા યુવાધન વિદ્યાર્થીઓ સાથે રાઘવ ચઢ્ઢા સંવાદ કર્યો અને ત્યારબાદ શહીદ સ્મારકથી તેઓ આપ દ્વારા યોજાયેલ પદયાત્રામાં જોડાયા, જે પૂર્વે પત્રકારો સાથે સાંસદ રાઘવ ચઢ્ઢા એ પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. 


તેમણે ભાવનગરના મહારાજા કૃષ્ણકુમારસિંહજી ગોહીલ ને નમન કરી શ્રદ્ધાંજલિ અર્પણ કરી પ્રેસ કોન્ફરન્સની શરૂઆત કરી હતી. તેમણે કહ્યું કે, ભાવનગર એ રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરના નેતાઓ, વિદ્વાનોની ભેટ આપી છે, ભાવનગરની ધરતીએ દેશને ઘણું બધું આપ્યું છે પણ ભ્રષ્ટ નેતાઓ અને સરકારે ભાવનગરને કંઇ જ નથી આપ્યું. 


તેમણે કહ્યું કે, અહીં શિક્ષણ, સ્વાસ્થ્ય અને રોડ રસ્તાઓની હાલત કફોડી છે, ઈલાજ કરાવવા બીજા જિલ્લાનો સહારો લેવો પડે છે, કરોડો રૂપિયાની ગ્રાન્ટ મળતી હોવા છતાં ભ્રષ્ટ નેતાઓના કારણે ભાવનગરનો જોઈએ તેવો વિકાસ થયો નથી, સારી સુવિધા તેમજ મફત વીજળી અને પાણી અને પરિવર્તન માટે એકવાર કેજરીવાલ સરકાર ને મોકો આપવા રાઘવ ચઢ્ઢાએ અપીલ કરી હતી.


સાથે તેમણે કહ્યું કે, જો પાંચ વર્ષમાં તમને કેજરીવાલ સરકાર ના ગમે તો ફરી વોટ નહિ આપતા. કોંગ્રેસને 35 વર્ષ, ભાજપને 27 વર્ષ સત્તા પર આવવા મોકો આપ્યો, હવે એકવાર પાંચ વર્ષ માટે કેજરીવાલ સરકારને મોકો આપી જુઓ બધું બદલાઈ જશે.


જુઓ આ પણ વીડિયો:-