તેજશ મોદી/સુરત :સુરતમાં આપના ભંગાણ પડવાના છે. સુરત આપના નારાજ કોર્પોરેટર મામલે રાજકારણ ગરમાયું છે. ત્યારે આપમાં જો પાંચ બેઠકોનુ ગાબડુ પડશે તો તેના વિપક્ષના પદ પર ખતરો મંડરાશે. ત્યારે આપના ભંગાણની અંદરની ખબરમાં જાણવા મળ્યુ કે, પાંચ કોર્પોરેટરોનું ઓપરેશન સુરતમાં પાર પડાયું છે. વેસુની એક ઓફિસમાં રણનીતિ તૈયાર થઈ હતી. બે પાટીદાર અગ્રણીઓએ મળીને સમગ્ર મિશન પાર પાડ્યું હતું. પાટીદાર આંદોલન સમયે અગ્રણીઓની મહત્વની ભૂમિકા હતી. આપના અન્ય નારાજ કોર્પોરેટર પણ પાર્ટી છોડશે. છેલ્લા 15 દિવસથી ભંગાણની આ કામગીરી ચાલી રહી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આપનો ખેલ પાડનાર 2 પાટીદાર કોણ
બીજી તરફ, આપના પાંચ કોર્પોરેટરોનું ઓપરેશન સુરતમાં પાર પડાયું હોવાનુ ચર્ચાય છે. સુરતના વેસુની એક ઓફિસમાં રણનીતિ તૈયાર થઈ હતી. બે પાટીદાર અગ્રણીઓએ મળીને સમગ્ર મિશન પાર પાડ્યું હતું. પાટીદાર આંદોલન સમયે આ અગ્રણીઓની મહત્વની ભૂમિકા હતી. આપના અન્ય નારાજ કોર્પોરેટર પણ પાર્ટી છોડશે તેવુ ચર્ચાઈ રહ્યુ છે. આમ, છેલ્લા 15 દિવસથી આપને પાડી દેવાના ખેલ ચાલી રહ્યાં છે. 


ભાજપને જેટલુ ડરાવવુ હોય તેટલુ ડરાવો - ઈસુદાન
આપના રાજીનામાની ચર્ચા વચ્ચે ઈસુદાન ગઢવીએ જણાવ્યું કે, પાંચ વ્યક્તિ  આગામી સમયમાં ભાજપમાં જોડાશે અને પાંચ જશે એ તો ચાલતુ રહેવાનુ. આજે ભાજપવાળા ઘણાને પ્રલોભન આપી રહ્યુ છે તો બની પણ શકે. પણ એનો અર્થ એ નથી કે પાર્ટી તૂટશે. 2022 ની ચૂંટણીમાં હુ દાવા સાથે કહુ છુ કે ગુજરાતની જનતા પર મને વિશ્વાસ છે કે જાન્યુઆરી 2023 માં આમ આદમી પાર્ટીનો કાર્યકર્તા શપથ લેશે. ભાજપને જેટલુ ડરાવવુ ધમકાવવુ હોય તેટલુ કરો કોઈ ફરક નહિ પડે.  


આ પણ વાંચો : કાચમાં દેખાતા આકાશના રિફલેક્શનને હકીકતનુ આકાશ સમજીને પક્ષીઓનું તેની સાથે ટકરાયું, મોતને ભેટ્યા


સુરત આપના નારાજ કોર્પોરેટર મામલે રાજકારણ ગરમાયું છે. ત્યારે આપના નેતા સાગર દેસાઈએ ભાજપ પર પ્રહાર કર્યો છે. સાગર દેસાઈએ કહ્યું કે, અમે વિરોધ કર્યો તે ભાજપથી સહન નથી થતું. અમારા કાઉન્સિલરને લાભ-લાલચ આપે છે. 


સુરતમાં આપના 5 કોર્પોરેટર રાજીનામા આપી શકે છે. નારાજ કોર્પોરેટર આજે ભાજપમાં જોડાય તેવી શક્યતા છે. હાલ સુરત કોર્પોરેશનમાં કુલ 120 બેઠકો છે. જેમાં 93 ભાજપના કોર્પોરેટરની છે. તો જ્યારે 27 આપના કોર્પોરેટર છે. આ વચ્ચે 5 કોર્પોરેટર સવારથી સંપર્ક વિહોણા બન્યા છે. 


આ પણ વાંચો : રાજનીતિમાં મોટી હલચલ, સુરતમાં AAP નું વિપક્ષ પદ છીનવાશે, કોણે બગાડ્યો  AAP નો ખેલ?


આ કોર્પોરેટરના રાજીનામા ચર્ચામાં
સુરત આમ આદમી પાર્ટીમાં મોટું ભંગાણ પડે તેવી શક્યતા દેખાઈ રહી છે. આપના 5 કોર્પોરેટર પાર્ટી સાથે છેડો ફાડી શકે છે. આપ સુરતના કેટલાક કોર્પોરેટરના રાજીનામા પડે તેવી ચર્ચા થઈ રહી છે. વોર્ડ 3નાં રૂતા કેયુર કાકડિયા રાજીનામુ આપી શકે. તો રાજીનામામાં વોર્ડ 2નાં ભાવના ચીમનભાઈ સોલંકી, વોર્ડ 16નાં વિપુલ ધીરુભાઈ મોવલિયા, વોર્ડ 8નાં જ્યોતિકા વિનોદભાઈ લાઠીયા અને વોર્ડ 5નાં મનિષા જગદીશભાઈ કુકડીયાનું નામ પણ ચર્ચાઈ રહ્યુ છે.