ગાંધીનગર: ઇસુદાન ગઢવીએ સોમવારે અમદાવાદમાં આમ આદમી પાર્ટી (AAP) ના ગુજરાતના નવા પ્રમુખ તરીકે ઔપચારિક રૂપથી પદભાર સંભાળી લીધો છે. તાજેતરની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ઇસુદાન ગઢવી AAPના મુખ્યમંત્રી પદના ઉમેદવાર હતા. ચાર્જ સંભાળ્યા બાદ તેમના પ્રથમ ઈન્ટરવ્યુમાં ઈસુદાન ગઢવીએ મીડિયા સાથે વાતચીત કરી હતી. આ દરમિયાન ઇસુદાન ગઢવીએ ગુજરાતમાં આમ આદમી પાર્ટીના ભવિષ્ય વિશે વાત કરી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વિધાનસભાની ચૂંટણીમાં મળેલી હાર પર બોલ્યા ઇશુદાન ગઢવી
વિધાનસભાની ચૂંટણી અંગે ઈસુદાન ગઢવીએ જણાવ્યું હતું કે, ચૂંટણી વખતે વાતાવરણ સારું હતું પરંતુ બુથ લેવલે સંગઠનમાં એક-બે ખામીઓ હતી. તેમણે કહ્યું કે આ ખામીઓને સુધારવા માટે સમય મળી શક્યો નથી. અમે આ ચૂંટણીમાં સારો દેખાવ કર્યો છે. ગુજરાતમાં આ પહેલા ક્યારેય ત્રીજા મોરચાને પાંચ બેઠકો અને 41 લાખ મત મળ્યા નથી. ઇશુદાન ગઢવીએ વધુમાં જણાવ્યું હતું કે અમે પંજાબ અને દિલ્હીની જેમ ગુજરાતમાં પણ પાર્ટીને મજબૂત કરી રહ્યા છીએ. આ બે રાજ્યોની જેમ ગુજરાતમાં પણ અમે સરકાર બનાવીશું.


ડીંગુચા કેસમાં વધુ એક ઘટસ્ફોટ: 3 એજન્ટોએ ખોલ્યું ગુજરાતના 7 વિદ્યાર્થીઓનું કનેક્શન


લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસ માટે મુશ્કેલી ઊભી કરી શકે છે AAP
ઇસુદાન ગઢવીએ જણાવ્યું હતું કે, આમ આદમી પાર્ટી ગુજરાતની તમામ 26 સંસદીય બેઠકો પર તેના ઉમેદવારો ઉભા કરશે. તેમણે કહ્યું કે અમારું ધ્યાન 2024ની ચૂંટણી પૂરી તાકાત સાથે લડવા પર રહેશે. ત્યાં સુધી (વર્તમાન) સંગઠનાત્મક પાસાઓ પર કામ કરવાનો પ્રયાસ કરશે. જોકે, 2027ની ચૂંટણી સુધીમાં અમારું સંગઠન સંપૂર્ણ રીતે બની જશે. અમે 2027માં ગુજરાતની ચૂંટણી જીતીશું.


અમદાવાદમાં લંપટ શિક્ષકે ધો.12ની યુવતીની ક્લાસમાં રોકી અંગો પર હાથ ફેરવ્યો, પછી...


ઇશુદાન ગઢવીના આ પ્લાનથી કોંગ્રેસને વિધાનસભાની ચૂંટણીની જેમ જ લોકસભાની ચૂંટણી દરમિયાન પણ પડકાર મળી શકે છે. ઇશુદાન ગઢવીએ કહ્યું કે 2025થી માહોલ સર્જાવા લાગશે, હવે 2027માં તમારા સિવાય કોઈ નથી. ઇસુદાન ગઢવીએ કહ્યું કે અમે લોકોને ડરાવી-ધમકાવીને મત મેળવવા માંગતા નથી. અમે જનતાના પ્રશ્નો વિશે વાત કરીશું.