આમ આદમી પાર્ટીમાં ડખો, ધોરાજીના ઉમેદવારનું નામ જાહેર થતાં શરૂ થઈ બબાલ
વિધાનસભા ચૂંટણી પહેલા જ આમ આદમી પાર્ટીમાં ડખો ઉભો થયો છે. આપ પાર્ટીમાં ભૂકંપથી પ્રથમ ગ્રાસે જ મક્ષીકા જેવો ઘાટ ઉપલેટામાં સર્જાયો છે. આમ આદમી પાર્ટીએ જે ઉમેદવાર જાહેર કર્યો તેમાં વિરોધ શરૂ થયો છે. રાજકોટના ઉમેદવારનું નામ જાહેર થતાં બબાલ શરૂ થી છે. રાજકોટના ઉપલેટામાં AAP ના કાર્યાલયના ઉદ્ધાટનમાં ડખો જોવા મળ્યો. AAP ના કાર્યકરોએ હોબાળો કર્યો હતો. ઉપલેટા અને ભાયાવદરના વરિષ્ઠ આગેવાનોએ AAP ના ઉમેદવાર વિપુલ સખિયાનો જોરદાર વિરોધ થયો.
રાજકોટ :વિધાનસભા ચૂંટણી પહેલા જ આમ આદમી પાર્ટીમાં ડખો ઉભો થયો છે. આપ પાર્ટીમાં ભૂકંપથી પ્રથમ ગ્રાસે જ મક્ષીકા જેવો ઘાટ ઉપલેટામાં સર્જાયો છે. આમ આદમી પાર્ટીએ જે ઉમેદવાર જાહેર કર્યો તેમાં વિરોધ શરૂ થયો છે. રાજકોટના ઉમેદવારનું નામ જાહેર થતાં બબાલ શરૂ થી છે. રાજકોટના ઉપલેટામાં AAP ના કાર્યાલયના ઉદ્ધાટનમાં ડખો જોવા મળ્યો. AAP ના કાર્યકરોએ હોબાળો કર્યો હતો. ઉપલેટા અને ભાયાવદરના વરિષ્ઠ આગેવાનોએ AAP ના ઉમેદવાર વિપુલ સખિયાનો જોરદાર વિરોધ થયો.
રાજકોટ જિલ્લાના ઉપલેટામાં આજે આપ પાર્ટીના કાર્યાલયનું ઉદ્ઘાટન કરાયુ હતું. આ ઉદ્ધાટનમા આપ પાર્ટીના કાર્યકરોએ હંગામો કર્યો હતો. આપ પાર્ટીના ઉપલેટા અને ભાયાવદરના વરિષ્ઠ આગેવાનોએ પાર્ટીએ વિધાનસભા ચૂંટણી માટે ઉમેદવાર જાહેર કરવાને લઈને હંગામો કર્યો હતો. આપ પાર્ટી ધોરાજીમાં ઉમેદવાર તરીકે વિપુલ સખીયાની પસંદગી કરવામા આવી છે. પાર્ટી દ્વારા જાહેર કરાયેલ ધારાસભ્યના ઉમેદવાર વિપુલ સખીયાની પસંદગી મામલે કાર્યકર્તાઓએ ભારે નારાજગી દાખવી. કારણ કે, વિપુલ સખીયા થોડા સમય પહેલા જ આપમાં જોડાયા હતા. તેમજ તેઓ કાયમી સુરત રહેતા હોવા છતાં તેમને ધોરાજીથી ટિકિટ ફાળવાઈ છે. જેથી સ્થાનિક કાર્યકરોમા નારાજગી જોવા મળી.
આ પણ વાંચો : કમો કેવી રીતે થઈ ગયો ફેમસ... કમાના ઠાઠ અને વટ વિશે ભાઈએ કહી ખાસ ‘વાત’
કાર્યકર્તાઓએ વિરોધ વ્યક્ત કરતા જણાવ્યું કે, ટિકિટ વહેંચણી સમયે આપ પાર્ટીના કોઈ કાર્યકરોની સેન્સ લેવામાં આવી નથી. વિપુલ સખીયાને સીધી ટૂંકા ગાળામાં જ ટિકિટ આપી દીધી છે એ અંગે પાર્ટીનો હેતુ શું છે. આપ પાર્ટીના જુના આગેવાનોએ આક્ષેપ કર્યો કે, વિપુલ સખીયાને વહીવટથી ટિકિટ મળી છે. અથવા બીજા પક્ષની મિલી ભગતથી કેમને ટિકિટ અપાઈ છે.
ઉપલેટા નગરપાલિકા પૂર્વ સભાપતિ અને ધોરાજી ઉપલેટા આમ આદમી પાર્ટીના પાયાના વરિષ્ઠ આગેવાન અમુભાઈ ગજેરાએ વિપુલ સખિયાની ટિકિટ અંગે પાર્ટી સામે સવાલો કર્યા છે. સાથે જ પાર્ટીના લાંબા સમયથી કોઈ કાર્યકરોને ટિકિટ આપવા માંગ કરી છે.