ગાંધીનગર :વિધાનસભાની ચૂંટણીને હજી 6 મહિનાની વાર છે, ત્યારે તે પહેલા જ આમ આદમી પાર્ટી એક્ટિવ થઈ રહી છે. એક તરફ આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ દર અઠવાડિયે ગુજરાત આવીને નાગરિકોને મત આપવા રીઝવી રહ્યાં છે. ત્યાં બીજી તરફ આપ પાર્ટી આજે મોટો ધડાકો કરવા જઈ રહી છે. ચૂંટણીને હજી વાર છે ત્યારે આજે AAP વિધાનસભાની ચૂંટણીના ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરે તેવી શક્યતા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આમ આદમી પાર્ટીએ ગુજરાતમાં મિશન 2022 નું બ્યુગલ ફૂંકી દીધું છે. ત્યારે સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર, AAP આજે વિધાનસભા ચૂંટણીના ઉમેદવારોની યાદી જાહેર કરશે. વિધાનસભા ચૂંટણી પહેલા AAP એ ઉમેદવારોનું લિસ્ટ બનાવી દીધુ છે. ત્યારે આજે ગુજરાત વિધાનસભાની ચૂંટણીની પ્રથમ યાદી જાહેર થાય તેવી શક્યતા છે. કેજરીવાલની મુલાકાત બાદ AAP એ આ યાદી તૈયાર કરી છે. બપોરે 1 વાગ્યા બાદની પ્રેસ કોન્ફરન્સમાં સત્તાવાર યાદી જાહેર કરી શકે છે.


આ પણ વાંચો : નોકરી ન મળે ત્યાં સુધી દર મહિને 3 હજાર આપીશ, ગુજરાતના બેરોજગાર યુવાઓને કેજરીવાલનું વચન


ચૂંટણીની હજી ઘણી વાર છે, ત્યારે આમ આદમી પાર્ટી ઉમેદવારોનું લિસ્ટ જાહેર કરીને શું કરવા માંગે છે. આપની આ સ્ટ્રેટેજીથી ગુજરાતમાં ભાજપ અને કોંગ્રેસને ઝટકો લાગી શકે છે. સાથે જ બંનેની ચૂંટણી રણનીતિ પર પણ મોટી અસર પડી રહી છે. આપ પાર્ટી હાલ ગુજરાતમાં એડીચોટીનુ જોર લગાવી રહી છે. તે એક પણ મોકો છોડવા માંગતી નથી.  


આ પણ વાંચો : ગુજરાતમાં પશુઓના મોતનું તાંડવ : માત્ર પશુપાલનથી ઘર ચલાવતા પરિવારો પર દુખનો પહાડ તૂટ્યો


મહત્વનું છે કે, ગુજરાત પ્રવાસે આવેલા અરવિંદ કેજરીવાલે વિવિધ જાહેરાત પણ કરી છે..જેમાં અરવિંદ કેજરીવાલે ગુજરાતમાં 10 લાખ સરકારી નોકરીની ગેરંટી આપી. જે યુવાનોને નોકરી નહી મળે તેમને 3 હજાર બેરોજગાર ભથ્થું પણ આપવાની કેજરીવાલે ગેરંટી આપી છે.. સાથે જ જો ગુજરાતમાં AAPની સરકાર બનશે તો મફતમાં 300 યુનિટ વીજળી આપવાની પણ કેજરીવાલે જાહેરાત કરી છે.