Bharuch News : 50 દિવસ બાદ આખરે ચૈતર વસાવાનો જેલવાસ પૂરો થયો છે. AAP ધારાસભ્ય ચૈતર વસાવા 50 દિવસ બાદ જેલમાંથી બહાર આવ્યા છે. ત્યારે કાર્યકર્તાઓ દ્વારા તેમનું ભવ્ય સ્વાગત કરાયુ હતું. 12 ડિસેમ્બરે ચૈતર વસાવા જેલમાં ગયા હતા. જેથી જેલમુક્ત થયેલા ચૈતર વસાવાના સ્વાગતમાં મોટી સંખ્યામાં કાર્યકરો ઉમટ્યા હતા. જેલની બહાર આવતા ચૈતર વસાવાનું ભવ્ય સ્વાગત કર્યું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પત્ની વિના બહાર આવ્યા
રાજપીપળાનીડિસ્ટિક એન્ડ સેસન્સ કોર્ટમાંતેમના પત્ની સહિતના 3આરોપીની જામીન અરજી પર સુનાવણી બાકી હોવાથી તેમણે જેલમાં જ રહેવાની ઇચ્છા વ્યકતકરી હતી. પણ હવે આજેગુરૂવારે તેઓ પત્ની અને સાથીદારો વિના જ જેલમાંથી બહાર આવી ગયા હતા. આમ આદમી પાર્ટીના ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતરભાઈ વસાવા જેલમાંથી બહાર આવ્યા છે. તેઓ 12 ડિસેમ્બર, 2023 થી જેલમાં હતા. ત્યારે 50 દિવસના જેલવાસ બાદ તેમણે બહાર આવીને કહ્યું કે, હું લોકસભા લડીશ.


અંબાલાલ પટેલની ભયાનક આગાહી : ફેબ્રુઆરી મહિનાના આ દિવસોમાં સહન ન થાય તેવી ઠંડી પડશે


જેલમુક્તિ દરમિયાન વિવાદ
ધારાસભ્ય ચૈતર વસાવાને લઇને વિવાદ થયો હતો. ચૈતર વસાવાને જેલમાંથી છૂટા કરવાનો ડેડીયાપાડા કોર્ટનો ઓર્ડર લઈને જેલરને આપવા નીકળેલા ચૈતર વસાવાના પત્ની વર્ષાબેનને બિતાડા ચોકડી પાસે પોલીસે એક કલાકથી અટકાવ્યા હોવાનો આપના સર્મથકોએ દાવો કર્યો હતો. કોર્ટનો હુકમ જેલરને આપવા જઈ રહેલા વર્ષાબેન તેમજ ચૈતર વસાવાના બાળકોને પોલીસે એક કલાકથી રોકી રાખ્યાનો આક્ષેપ કરાયો. કોર્ટનો હુકમ જેલરને જઈને આપવામાં આવે ત્યારબાદ જ જેલર આરોપીને છોડતા હોય છે.  
નાણામંત્રીનું ભાષણ પૂરુ થતા જ આ App પર મળી જશે બજેટની આખેઆખી કોપી