Gujarat Election 2022: ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના મુખ્યમંત્રીના ચહેરા એવા ઈસુદાન ગઢવી જામખંભાળિયાથી ચૂંટણી લડશે. આમ આદમી પાર્ટીના સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ દ્વારા જાહેરાત કરવામાં આવી છે. આમ આદમી પાર્ટીના મુખ્યમંત્રીના ચહેરો ઈસુદાન ગઢવી અને પાર્ટી પ્રમુખ ગોપાલ ઈટાલિયા વિશે અગાઉ સર્વે હાથ ધરવામાં આવ્યો હતો. જેમાં ઈસુદાન વિશે કેજરીવાલ સરકારે સ્પેશિયલ સર્વે હાથ ધરવામાં આવ્યો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

AAPના સર્વેનાં પરિણામોમાં ગુજરાતની જનતા પાસે કરાવાયેલા સર્વેમાં 16.48 લાખ લોકોએ ભાગ લીધો હતો. તેમાંથી 73%એ ઈસુદાનને પસંદ કર્યા છે. આમ, AAPએ ગોપાલ ઈટાલિયાને પ્રદેશ પ્રમુખ અને ઈસુદાનને CMના ઉમેદવાર બનાવીને પાટીદાર અને ઓબીસી બંને સમુદાયનું બેલેન્સ કર્યું છે. કેજરીવાલે ઈસુદાનને મુખ્યમંત્રીપદનો ચહેરો બનાવીને એકસાથે બે જ્ઞાતિના સમીકરણ સાધવાનો પ્રયાસ કર્યો છે. 


ગોપાલ ઈટાલિયા પાટીદાર છે. બીજી તરફ ઈસુદાન ગઢવી અન્ય પછાત વર્ગનું (OBC) પ્રતિનિધિત્વ કરે છે. આમ પાટીદાર અને OBC બંને મતદાર વર્ગને એકસાથે જોડી દેવાનો માસ્ટર સ્ટ્રોક કેજરીવાલે માર્યો છે. ઈસુદાનનું સૌરાષ્ટ્રમાં ખાસ્સું પ્રભુત્વ છે અને તેમની ગ્રામીણ વિસ્તારોમાં લોકપ્રિયતા વધુ છે.


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube