SOMNATH મંદિર બહાર AAP નેતા ગોપાલ ઇટાલિયા-ઇસુદાન ગઢવીનો વિરોધ થતા ભાગવું પડ્યું
આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયા અને ઇસુદાન ગઢવી હાલ ગીર સોમનાથ જિલ્લાના પ્રવાસે છે. જે અંતર્ગત તેઓ સોમવારે સોમનાથ દાદાના દર્શન કરવા માટે પહોંચ્યા હતા. જો કે મંદિર બહાર બંન્ને નેતાઓનો જોરદાર વિરોધ કરાયો હતો. બંન્નેને વિરોધીઓએ ધક્કે ચડાવ્યા હતા. સનાતન ધર્મ મામલે ચાર પાંચ વર્ષ અગાઉ ગોપાલ ઇટાલિયાએ કરેલા વિવાદિત નિવેદન મુદ્દે બ્રહ્મ સમાજ દ્વારા આ વિરોધ કરવામાં આવ્યો હતો. આ અંગે ગોપાલ ઇટાલિયા પ્રભાસ પાટણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવા માટે પહોંચ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે.
ગીર સોમનાથ : આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયા અને ઇસુદાન ગઢવી હાલ ગીર સોમનાથ જિલ્લાના પ્રવાસે છે. જે અંતર્ગત તેઓ સોમવારે સોમનાથ દાદાના દર્શન કરવા માટે પહોંચ્યા હતા. જો કે મંદિર બહાર બંન્ને નેતાઓનો જોરદાર વિરોધ કરાયો હતો. બંન્નેને વિરોધીઓએ ધક્કે ચડાવ્યા હતા. સનાતન ધર્મ મામલે ચાર પાંચ વર્ષ અગાઉ ગોપાલ ઇટાલિયાએ કરેલા વિવાદિત નિવેદન મુદ્દે બ્રહ્મ સમાજ દ્વારા આ વિરોધ કરવામાં આવ્યો હતો. આ અંગે ગોપાલ ઇટાલિયા પ્રભાસ પાટણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવા માટે પહોંચ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે.
સાંજે ઇસુદાન ગઢવી અને ગોપાલ ઇટાલિયા દાદાના દરબારમાં પહોંચ્યા હતા. બંન્નેએ સોમનાથ દાદાના દર્શન કર્યા હતા. બંન્ને નેતાઓને બ્રહ્મસમાજના લોકોએ ધક્કે ચડાવ્યા હતા. લોકોનો વિરોધ જોઇને ગોપાલ ઇટાલિયા પોતાની ગાડી તરફ ભાગ્યા હતા. નોંધનીય છે કે, ઇટાલિયા ભૂતકાળમાં હિન્દુ સનાત ધર્મને લઇને સોશિયલ મીડિયામાં શબ્દ પ્રયોગના કારણે બ્રહ્મ સમાજ અને હિન્દુ સંગઠનો દ્વારા વિરોધ કરાયો હતો.
જો કે આ ઘટનાને ગોપાલ ઇટાલિયાએ ભાજપના ઇશારે થયેલી કાર્યવાહી ગણાવી હતી. ત્યાર બાદ પ્રભાસ પાટણ પોલીસ મથક ખાતે ફરિયાદ કરવા માટે દોડી હતી. આ મુદ્દે તેઓએ નિવેદન આપ્યું કે, વાયરલ વીડિયોમાં કોઇ સમાજની લાગણી દુભાઇ હોય તો હું માફી માંગુ છું. ચૂંટણી આવે છે ત્યારે જ આવું કેમ થાય તે સમજાતું નથી.
આ અંગે ગીરસોમનાથ જિલ્લાના બ્રહ્મ સમાજ કાર્યકારી પ્રમુખ મિલન જોશીએ જણાવ્યું કે, આમ આદમી પાર્ટીના ઇસુદાન અને ગોપાલ ઇટાલિયા દર્શન માટે આવ્યા હતા. જો કે તેમની સનાતન ધર્મ વિરોધી માનસિકતાને પડકારતા અમે મંદિર બહાર ધરણા કર્યા હતા. જો કે વિરોધ જોઇને ગોપાલ ઇટાલિયા નામનો શખ્સ ઉભી પુંછડીએ ભાગી ગયો હતો. ઇસુદાન ગઢી એક પણ સવાલનો જવાબ આપ્યા વગર ઉભી પુંછડીએ ભાગ્યા હતા. આ અમારો કોઇ રાજકીય વિરોધ નથી. ફક્ત હિન્દૂ સંસ્કૃતિ વિરોધી લોકોનો જ અમે વિરોધ કરી રહ્યા છીએ.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube