Gujarat Election 2022: સુરત AAPમાં ભડકો! નેતાઓને ખુલ્લા પાડવા માટે રાજુ દીયોરા કરશે મહાસંમેલન, પુરાવા રજૂ કરશે
Gujarat Election 2022: આમ આદમી પાર્ટીના નેતાઓને ખુલ્લા પાડવા એક મહા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. સુરતમાં યોજનારા મહાસંમેલનમાં આમ આદમી પાર્ટીના કેટલાક નેતાઓના પુરાવા પણ રજૂ કરવામાં આવશે.
Gujarat Election 2022: સુરત આમ આદમી પાર્ટીમાં ભડકો જોવા મળી રહ્યો છે. કતારગામ વિસ્તારમાં આપના કાર્યકરોની નારાજગી સામે આવી છે. આપ પાર્ટીના કાર્યકર રાજુ દિયોરાએ પાર્ટીમાં રૂપિયા લઈને ટિકિટ વેચાતી હોવાનો ગંભીર આક્ષેપ છે, સાથે આમ આદમી પાર્ટીમાં રહીને આમ આદમી પાર્ટીના ઉમેદવારને હરાવવાની જાહેરાત પણ કરી છે.
આમ આદમી પાર્ટીના નેતાઓને ખુલ્લા પાડવા એક મહા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. સુરતમાં યોજનારા મહાસંમેલનમાં આમ આદમી પાર્ટીના કેટલાક નેતાઓના પુરાવા પણ રજૂ કરવામાં આવશે, તેવી જાહેરાત નારાજ આપના કાર્યકર રાજુ દિયોરાએ કરી છે.
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube