મૌલિક ધામેચા, અમદાવાદ: આમ આદમી પાર્ટીના નેતા ઉમેદસિંહ ચાવડાના શંકાસ્પદ મૃત્યુની ઘટનામાં સાત લોકો વિરૂદ્ધ હત્યાનો ગુનો નોંધ્યો છે. આ સાતેયે ઉમેદ સિંહ સાથે ઝઘડો કરી માર માર્યો હોવાનો ફરિયાદમાં પત્ની દ્વારા આક્ષેપ કરાયો છે. જોકે પીએમ રિપોર્ટમાં ઇજાના નિશાન મળ્યા બાદ ગુનો નોંધાયો છે. બીજી તરફ  પતિના મૃત્યુ બાદ જ કાલુપુર પોલીસ સ્ટેશનમાં મૃતકની પત્ની હત્યાનો ગુનો નોંધવા ગયા ત્યારે પોલીસે ફરિયાદ લેવાની તસ્દી લીધી ન હતી અને ત્યાર બાદ ગત સાંજે પણ આનંદ નગર પોલીસે ગુનો નોંધી કાલુપુર પોલીસ ટ્રાન્સફર કર્યો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આનંદનગર રહેતા અને AAP પાર્ટી સાથે સંકળાયેલા ઉમેદસિંહ ચાવડા પ્રહલાદ નગર ખાતે આવેલી વિનસ એટલાન્ટિક કોર્પોરેટ પાર્ક બિલ્ડિંગમાં ઓફિસ ધરાવતા હતા. અને આ ઓફિસથી જ કામ કાજ કરતા જોકે 30 ડિસેમ્બર રાત્રે તેમના પત્ની સરસ્વતીબેન દીકરો ક્રિશરાજ પિતા ઉમેદસિંહને ફોન કરતા તેમનો ફોન સ્વીચ ઓફ આવતો હતો. આ દરમિયાન ઉમેદસિંહ નો ફોન રાત્રીના 12.45 વાગ્યે કોઈ અજાણી વ્યક્તિએ ઉપાડી પતિ અને દીકરાને ઓફિસ આવી જવાનું કહ્યું હતું. 

પત્નીના દાગીના ગિરવે મુકી પડોશીની કરી આર્થિક મદદ, પૈસા પાછા માંગ્યા તો મળ્યું મોત


આથી તેમના પત્ની અને દીકરો ઓફિસ ગયા ત્યારે ઉમેદસિંહ લોહીલુહાણ હાલતમાં સોફા ઉપર હતા અને 108 મારફતે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા. જોકે સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું.જે બાદ મુતકની પત્ની પોલીસ સ્ટેશન ધક્કા ખાધા પણ પોલીસે ફરિયાદ નોંધી ન  હતી. આખરે આનંદ નગર પોલીસે હત્યાનો ગુનો નોંધી કાલુપુર પોલીસ ટ્રાન્સફર કર્યો હતો.


મૃતકની પત્નીએ ફરિયાદમાં જણાવેલ હકીકત મુજબ 30 ડિસેમ્બરે  તેમના પતિ ઉમેદસિંહ ચાવડાને તેમના મિત્રો પ્રતીક ગજ્જર તથા આનંદ ગોસ્વામી લઇને ઓફીસે આવેલ હતા.જો કે પતિના મરણ થયા બાદ તેઓના મિત્ર પ્રતીક ગજ્જર તથા આનંદ ગોસ્વામી સરસ્વતી બહેનને મળ્યા હતા. તેમના પતિને થયેલી ઇજાઓ બાબતે અવાર-નવાર મિત્રો પુછતા હતા. આ બન્ને જણાએ જણાવેલ કે 30મીના રોજ રાત્રીના 11 વાગે તેઓ ઉમેદસિંહ ચાવડા સાથે પ્રતિકની ઇકો ગાડી લઇ ખાડીયા ચાર રસ્તા પાસે ગયા હતા. ત્યા એક અજાણી મહીલા ઉમેદસિંહને મળવા આવેલ હતી.

બે ચાકૂ લઇને સાસરીમાં પહોંચ્યો જમાઇ, આ રીતે સાળી અને સસરાની કરી હત્યા


આ મહીલા સાથે ઇકો ગાડીમાં થોડા આગળ ખાડીયા પેપર માર્કેટ ગેબીનાથ મહાદેવ મંદીર પાસે ગેબીનાથ પેપર માર્ટ નામની દુકાન આગળ ઇકો ગાડી ઉભી રાખી હતી અને ઉમેદસિંહ ચાવડાએ તેમને ગાડીમાંથી નીચે ઉતારી દૂર મોકલી દીધા અને ઉમેદસિંહ ગાડીમાં બેઠા હતા. ત્યારબાદ પાંચથી વધુ લોકો આવ્યા હતા અને ગડદાપાટુનો મારમારી ભાગી ગયા હતા. ત્યારબાદ મિત્ર પ્રતીક ઇજાગ્રસ્ત ઉમેદસિંહ આનંદ નગરની ઓફીસ લઈને આવ્યા હતા અને પત્ની-પુત્ર આવી ગયા હતા.જે બાદ હોસ્પિટલમાં લઈ જતા 1લી તારીખ રોજ મૃત્યુ નીપજ્યું હતું.

કેટલાક વિદ્યાર્થીઓને 50 માંથી 52 માર્ક્સ તો કેટલાકને ઝીરો, કેમ આવું? જાણો કારણ


મૃતકના પત્નીએ હત્યારામાં  મુન્નાના નામના વ્યક્તિ સહિત 7થી વધુ લોકો સામે હત્યાનો ગુનો નોંધ્યો છે. જો કે હત્યાનો ગુનો નોંધ્યાને 24 કલાક ઉપર વીતી ગયા છતાં પણ પોલીસે આરોપી કોઈ કડી નથી મળી. ત્યારે મૃતક પત્ની અપીલ કરી છે કે હત્યારા પકડાઈ જાય અને ન્યાય મળે. ઉલ્લેખનીય છે રાજકીય અદાવતમાં હત્યા થઈ હોવાની આંશકા પોલીસે તપાસ શરૂ કરી છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube