અર્પણ કાયદાવાલા/અમદાવાદ: ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી પહેલા ભાજપ-કોંગ્રેસ અને આપ સક્રિય બની ગયું છે. ગુજરાતમાં આમ આદમી પાર્ટીએ પોતાનું જૂનું સંગઠન ભંગ કરીને નવું માળખું જાહેર કરી દીધું છે. બીજી બાજુ દિલ્હીના સીએમ કેજરીવાલ મહેસાણામાં રોડ શોમાં લોકોનો અદ્દભુત પ્રતિસાદ મળ્યો હતો. ત્યારબાદ ગુજરાતમાં આપ સક્રિય બની ગયું છે. આજે આમ આદમી પાર્ટીએ ચૂંટણી પહેલા જ જનતાને આકર્ષવા માટે એક મહત્વપૂર્ણ જાહેરાત કરી દીધી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુજરાતમાં આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયાએ આજે જણાવ્યું હતું કે, ગઈકાલે (રવિવાર) અમે નવા સંગઠનની પ્રથમ યાદી જાહેર કરી હતી. જેમાં સંગઠનમાં સમાવેશ કરાયેલા તમામ લોકોને અભિનંદન પાઠવું છું. આગામી સમયમાં બીજી યાદી જાહેર કરીને તમામને સમાવવામાં આવશે. તેમણે જણાવ્યું છે કે, આપના આવવાથી ગુજરાતમાં લોકોને નવો વિકલ્પ મળ્યો છે, જે સરકાર બનાવવા સુધી લઈ જશે. શિક્ષણના મુદ્દે અમે જે આક્રમકતાથી અવાજ ઉઠાવ્યો એનાથી પણ ભાજપ સરકાર ગભરાઈ છે, જેના આધારે તેઓએ પગલાં ભરવાની ફરજ પડી છે.


રાહુલ ગાંધીને શું થયું? જાણો કેમ ગુજરાતમાં રસ્તા પર ઉતરી આવ્યા હજારો કાર્યકર્તાઓ...


આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયાએ જણાવ્યું હતું કે, હવે અમે વીજળીના મુદ્દે આગળ વધીશું અને જો આગામી સમયમાં ગુજરાતની જનતા અમને સત્તામાં લાવશે તો સૌને 200 યુનિટ વીજળી ફ્રી આપવામાં આવશે. આગામી 15 જુનથી રાજ્યના તમામ જિલ્લા મથકોએ આ મુદ્દે દેખાવ કરી આવેદનપત્ર આપવામાં આવશે. 


ગોપાલ ઇટાલિયાએ રાજ્યમાં પોતાનો આગામી રણનીતિ જાહેર કરી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે, 16 જુનથી 24 જૂન સુધી મહા જનસંપર્ક અભિયાન હાથ ધરવામાં આવશે. જે દરમ્યાન સંગઠનના તમામ લોકો વિવિધ કાર્યક્રમો આપશે. લોકો વચ્ચે જઈને માંગણી પત્રકો ભરીશું કે લોકો શુ ઈચ્છે છે. અમે સરકાર સામે તમામ મોરચે લડી લેવાની માનસિકતા સાથે આગળ વધીશું. તેમણે ઉમેર્યું હતું કે ભ્રષ્ટ ભાજપ સરકાર અને વીજ કંપનીઓની ચૂંગાલમાંથી અમે રાજ્યની પ્રજાને છોડાવીશું.


લંડનના લોકડાયરામાં ‘કચ્છી કોયલ’ પર ડોલર- પાઉન્ડનો વરસાદ, સોશિયલ મીડિયામાં VIDEO વાયરલ


AAP નું નવું સંગઠન જાહેર
ઈસુદાન ગઢવી નેશનલ જોઈન્ટ જનરલ સેક્રેટરી અને ઈન્દ્રનીલ રાજ્યગુરુને નેશનલ જોઈન્ટ સેક્રેટરી બનાવાયા છે. તો સાગર રબારીને પ્રદેશ ઉપાધ્યક્ષની જવાબદારી સોંપાઈ છે. આપમાં પ્રમુખ ગોપાલ ઈટાલિયા સિવાય આખું સંગઠન વિખેરવામાં આવ્યું છે. નવા ચહેરાઓને સ્થાન આપવામાં આવ્યુ છે. જોકે, હજી બીજુ લિસ્ટ આવશે તેવું પણ જણાવાયુ છે. 


જામનગરમાં હરતા ફરતા મળી રહ્યું છે કરૂણ મોત, તંત્રને કેમ લોકોના જીવની ચિંતા નથી?


નવા સંગઠનની જાહેરાત કરતા ગોપાલ ઈટાલિયાએ જણાવ્યુ કે, આજનો દિવસ આપના કાર્યકર્તા માટે ઇતિહાસ છે. એક તાકાતવાળું વિશાળ માળખું બનવાની જરૂર હતી, જેમાં જૂનું માળખું વિખેર્યું છે. ગત મહિને અમે પરિવર્તન યાત્રા કાઢી હતી. આ પરિવર્તન યાત્રા અમે વિધાનસભાની 182 સીટ પર કાઢી હતી અને આ યાત્રામાં લોકોનો સારો પ્રતિસાદ રહ્યો હતો. ગામડા બેઠકમાં અને 10 હજાર ગામડાની ઓળખ કરી છે. ગુજરાતના લોકો હવે બદલાવ માટે તૈયાર છે. નવા માળખામાં ઈશુદાન ગઢવી અને ઈન્દ્રનીલ રાજ્યગુરુને નેશનલ જોઇન્ટ સ્ક્રેટ્રી બનાવ્યા છે. લોકો વિકલ્પની રાહ જોઈ રહ્યા છે. જનતા સાથે અને પરમાત્માના આશીર્વાદ હશે તો આ વખતે ચોક્કસ બદલાવ આવશે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube