અંબાજી/ગુજરાત : આવતીકાલથી નવલી નવરાત્રિનો પ્રારંભ થઈ રહ્યો છે. શારદીય નવરાત્રિ શરૂ થઈ રહી છે. મા દુર્ગાનું આરાધના પર્વ 9 દિવસ સુધી ચાલે છે. સમગ્ર ગુજરાતમાં નવ દિવસ ઉત્સાહનો માહોલ રહે છે. આ નવ દિવસોમાં રીતરિવાજોથી નિયમોનું પાલન કરવામાં આવે છે. આવતીકાલથી ગુજરાતમાં અનોખો ભક્તિમય માહોલ જોવા મળશે. જેમાં માતા મંદિરોમાં ભીડ જોવા મળશે. ખાસ કરીને અંબાજી, શામળાજી, બહુચરાજી માતા, આશાપુરા માતા. વગેરે મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટશે. ત્યારે અંબાજીમાં આવતીકાલે ઘટસ્થાપના પણ કરાશે. નવરાત્રિને લઈને મંદિરની આરતીના સમયમાં ફેરફાર કરાયો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અંબાજી વ્યવસ્થાપન દ્વારા પ્રાપ્ત થયેલી માહિતી અનુસાર, આવતીકાલે નવરાત્રિનો પ્રારંભ થઈ રહ્યો છે. ભાદરવી પૂનમ બાદ અંબાજીના મંદિરમાં નવરાત્રિનું અનેરુ મહત્ત્વ હોય છે. નવરાત્રિના નવ દિવસો દરમિયાન અંબાજી મંદિર ભક્તોથી ભરાઈ જાય છે. નવરાત્રિમાં ભક્તોની લાંબી લાઈનો લાગે છે. રાત્રે અંબાજીના ચાચર ચોકમાં ધામધૂમથી ગરબા રમાય છે. ત્યારે અંબાજીના મંદિરમાં પણ ઘટસ્થાપના કરવામાં આવશે. સવારે 8.30થી 11 વાગ્યા સુધી અંબાજી મંદિરમાં ઘટસ્થાપનાની વિધી ચાલશે.


નવરાત્રિને લઈને મંદિરની આરતીના સમયમાં પણ ફેરફાર કરાયો છે, જેની ભક્તોએ ખાસ નોંધ લેવી. સવારે 7.30 કલાકે તેમજ સાંજે 6.30 કલાકે મંદિરમાં આરતી કરવામાં આવશે.