કેતન બગડા/અમરેલી :અમરેલી જિલ્લાના નાના આંકડીયા ગામના પ્રગતિશીલ ખેડુતે (gujarat farmers) મરચાનું કર્યું બમ્પર ઉત્પાદન.એક વિઘામાં 150 મણ મરચાનું ઉત્પાદન દર વર્ષે ખેડુત લે છે. વિઘામાં રૂપિયા 1.50 લાખનો ઉતારો થાય છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઓર્ગેનિક ખેતી (organic farming) ઉપર ખેડૂતોને ખાસ ધ્યાન આપવાનું કહે છે ત્યારે અમરેલીના નાના આંકડીયા ગામના ખેડૂતે ઓર્ગેનિક ખેતી કરીને મરચાનું પુષ્કળ પ્રમાણમા ઉત્પાદન લે છે. આ ખેડૂતને રાજ્યપાલ તરફથી પણ ઓર્ગેનિક ખેતીને લઈને એવોર્ડ પણ મળ્યા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અમરેલી (Amreli) તાલુકાના નાનકડા ગામના એક પ્રગતિશીલ ખેડૂતે ઓર્ગેનિક ખેતી કરીને મરચાનું પુષ્કળ પ્રમાણમાં ઉત્પાદન લઈ રહ્યા છે. ગુજરાતના રાજ્યપાલ તેમજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગાય આધારિત ખેતી ઉપર ખૂબ જ ભાર આપી રહ્યા છે, ત્યારે ખેડૂતો પણ હવે ધીમે ધીમે ઓર્ગેનિક ખેતી તરફ વળી રહ્યા છે. અમરેલીના નાના આકડીયા ગામના કેતનભાઇ નામના ખેડૂતે જીવામૃત દ્વારા છેલ્લા સાત વર્ષથી ખેતી કરી રહ્યા છે. જીવામૃતમાં ગાયનું છાણ, ગૌમુત્ર, છાશ, દેશી ગોળ તેમજ કોઈપણ એક દાળનો લોટ આ બધાનું મિશ્રણ કરીને જીવામૃત બનાવવામાં આવે છે. ત્યારે છેલ્લા સાત વર્ષથી જીવામૃતનો ઉપયોગ કરીને ખેતી કરતા ખેડૂતોને પોતાના પાકનો ઉતારો પુષ્કળ પ્રમાણમાં આવે છે. કેતનભાઇ નામના ખેડૂતે બે વીઘામાં મરચાનું વાવેતર કર્યું હતું. જીવામૃતનો ઉપયોગ કરવાથી મરચાનું પુષ્કળ પ્રમાણમાં ઉત્પાદન થઈ રહ્યું છે અને બીજા ખેડૂત કરતા મરચાનો પાક પણ ખૂબ જ સારો થયો છે. ગુજરાતના રાજ્યપાલ દ્વારા નાનાઆકડીયા ગામના પ્રગતિશીલ ખેડૂત કેતન ખોયાણીને એવોર્ડ પણ મળેલા છે.



અમરેલી જિલ્લામાં ઘણા બધા ખેડૂતો અમૃત ખેતી તરફ વળી રહ્યા છે. જમીનની ફળદ્રુપતા પણ વધે છે અને કોઇપણ પાક પુષ્કળ પ્રમાણમાં આવે છે, ત્યારે નાના આકડીયા ગામના અશ્વિનભાઈ વાઘેલા નામના ખેડૂતે પણ જીવામૃત દ્વારા ખેતી કરી છે. આનાથી તમને પણ પોતાના પાકમાં ખૂબ જ ફાયદો થયો છે. અશ્વિનભાઈ ચણાનું વાવેતર કર્યું હતું. ચણાનો પાક પણ પુષ્કળ થયો હતો. ત્યારે નાના આકડીયા ગામના ખેડૂતો ધીમે ધીમે ગાય આધારિત ખેતી તરફ વળી રહ્યા છે અને આ ખેતી ખેડૂતોને ખૂબ જ ફાયદો થઇ રહ્યો છે.


ગુજરાતનો દરેક ખેડૂત ધીમે ધીમે ગાય આધારિત ખેતી તરફ વળે તો ખેડૂતોના પાક પુષ્કળ પ્રમાણમાં આવે અને ખેડૂતોને ખૂબ જ ફાયદો થાય જીવામૃત દ્વારા ખેતી કરવાથી જમીનને પણ પુષ્કળ પ્રમાણમાં ફાયદો થાય છે. જીવામૃત ખેતી કરવાથી જમીનની ફળદ્રુપતા પણ વધે છે, ત્યારે નાના આકડીયા ગામના ખેડૂતોનું કહેવું છે કે, દરેક ખેડૂતો જીવામૃત ખેતી કરે તો ખેડૂતોને ખૂબ જ ફાયદો થશે.