રસીકરણમાં અબ કી બાર 3 કરોડ કે પાર: રાજ્યમાં માત્ર 29 કેસ, એક પણ વ્યક્તિનું મોત નહી
ગુજરાતમાં કોરોના હવે તબક્કાવાર રીતે કાબુમાં આવી રહ્યો છે. રાજ્યમાં આજે કોરોનાના માત્ર 29 કેસ નોંધાયા હતા. તો બીજી તરફ તેનાથી બમણા એટલે કે 61 દર્દીઓ સાજા થઇ ગયા હતા. અત્યાર સુધીમાં કુલ 8,14,059 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. તો કોરોનાથી સાજા થવાનાં દરમાં પણ સતત વધારો થઇ રહ્યો છે રાજ્યમાં 98.73 ટકા દર્દીઓ સાજા થઇ ચુક્યાં છે. તો બીજી તરફ રસીકરણનાં મોરચે પણ સરકાર લડી રહી છે. આજે 4,12,499 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે.
ગાંધીનગર : ગુજરાતમાં કોરોના હવે તબક્કાવાર રીતે કાબુમાં આવી રહ્યો છે. રાજ્યમાં આજે કોરોનાના માત્ર 29 કેસ નોંધાયા હતા. તો બીજી તરફ તેનાથી બમણા એટલે કે 61 દર્દીઓ સાજા થઇ ગયા હતા. અત્યાર સુધીમાં કુલ 8,14,059 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. તો કોરોનાથી સાજા થવાનાં દરમાં પણ સતત વધારો થઇ રહ્યો છે રાજ્યમાં 98.73 ટકા દર્દીઓ સાજા થઇ ચુક્યાં છે. તો બીજી તરફ રસીકરણનાં મોરચે પણ સરકાર લડી રહી છે. આજે 4,12,499 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે.
સામાન્ય લાંચમાં પકડાયેલા કર્મચારીના ઘરે ACBએ તપાસ કરતા રોકડ જોઇને આંખે અંધારા આવી ગયા
જો રાજ્યમાં રહેલા એક્ટિવ દર્દીઓની વાત કરીએ રાજ્યમાં કુલ 411 એક્ટિવ દર્દીઓ છે. જે પૈકી 05 લોકો વેન્ટીલેટર પર છે. 406 લોકો સ્ટેબલ છે. 8,14,059 લોકોને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે. 10076 લોકોનાં અત્યાર સુધીમાં કુલ કોરોનાને કારણે મોત નિપજ્યાં છે. જો કે સારા સમાચાર કહી શકાય કે આજે કોરોનાને કારણે એક પણ દર્દીનું મોત નિપજ્યું નથી. અમદાવાદ કોર્પોરેશનમાં 6, સુરતમાં 4, વડોદરામાં 4, વડોદરા કોર્પોરેશન 3, દાહોદ 2, જામનગર 2, બનાસકાંઠા, ડાંગ, ગીરસોમનાથ, જુનાગઢ, કચ્છ, નવસારી, સાંબરકાંઠા, સુરેન્દ્રનગરમાં 1-1 કેસ નોંધાયા છે. આ ઉપરાંત તમામ જિલ્લાઓમાં 0 કેસ નોંધાયા છે.
પરેશ ધાનાણીનો વિવાદિત મંગળવાર, મતદારોને મુર્ખ ગણાવ્યા, RTO નિયમો તોડીને રિક્ષા ચલાવી
બીજી તરફ સરકાર રસીકરણનાં મોરચે પણ લડી રહી છે. હેલ્થકેર વર્કર્સ અને ફ્રન્ટલાઇન વર્કર્સ પૈકી 151ને પ્રથમ અને 15335 વર્કર્સને રસીનો બીજો ડોઝ અપાયો હતો. 45 વર્ષથી વધારે ઉંમરના 72146 લોકોને રસીનો પ્રથમ ડોઝ અને 90901 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાઇ ચુક્યો છે. 18-45 વર્ષનાં 222538 નાગરિકોને રસીનો પ્રથમ અને 11428 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાયો છે. આજના દિવસમાં કુલ 4.12,499 લોકોને રસી આપવામાં આવી છે. અત્યાર સુધીમાં રાજ્યનાં 3,01,46,996 લોકોનું રસીકરણ થઇ ચુક્યું છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube