Abdasa Gujarat Chutani Result 2022: ગુજરાતની પહેલા નંબરની આ સીટ અંગે રસપ્રદ તથ્ય તે છે કે બેઠક પર જે ઉમેદવાર એકવાર ચૂંટાય છે, તે બીજીવાર ચૂંટાતો જ નથી. બીજી તરફ અબડાસાને કોંગ્રેસનો ગઢ ગણવામાં આવે છે, કારણ કે આ સીટ પર અત્યાર સુધીમાં સૌથી વધુ વખત કોંગ્રેસનું શાસન રહ્યું છે. અબડાસા વિધાનસભા બેઠકના મતદારો સાથે જાણે છેલ્લા 10થી વધુ વર્ષોથી દગો થઈ રહ્યો હોય એવી સ્થિતિ છે. મૂળભૂત પક્ષ પર ચૂંટાઈને આવ્યા બાદ ધારાસભ્ય રાજીનામું આપી દેતાં પેટા ચૂંટણીઓ યોજાતી આવી છે. જેથી 2012, 2014, 2017 અને 2020માં ચૂંટણીઓ યોજાઇ ચૂકી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કચ્છના અબડાસામાં અબડાસામાં ભાજપના પ્રદ્યુમનસિંહ જાડેજાની જીત થઈ છે. ભાજપ, કૉંગ્રેસના મામદભાઈ જંગ જત અને આપના વસંત ખેતાણી વચ્ચે ત્રિપાંખિયો જંગ હતો. જેમાં ભાજપની જીત થઈ છે. 


કચ્છની તમામ 6 બેઠકો પર ભાજપના ઉમેદવારો વિજેતા બન્યાં છે. મતગણતરી કેન્દ્રની બહાર મોટી સંખ્યામાં ભાજપના સમર્થકોની ભીડ ઉમટી હતી. ઢોલ શરણાઈ વગાડી અને હાર પહેરાવીને ઉજવણી કરવામાં આવી રહી છે. ભારે રસાકસી બાદ રાપરની બેઠક ભાજપે પરત મેળવી છે. ત્યારે ભાજપના ઉમેદવારો જીતતા ભાજપના કાર્યકર્તાઓમાં આનંદની લાગણી છવાઈ છે. 


અબડાસા વિધાનસભા બેઠકઃ- 
અબડાસા વિધાનસભા ક્ષેત્ર અંતર્ગત લખપત તાલુકા, નખત્રાણા તાલુકા અને અબડાસા તાલુકાનો સમાવેશ થાય છે. વર્ષ 1962થી વર્ષ 2020 સુધીમાં અબડાસા વિધાનસભા સીટ પર 14 વખત ચૂંટણી યોજાઈ છે. જેમાં સૌથી વધુ 10 વખત કોંગ્રેસે જીતની બાજી મારી છે, જ્યારે ભાજપ માત્ર 4 વખત આ બેઠક જીતવામાં સફળ રહ્યું છે. હાલ આ બેઠક પર પક્ષપલટો કરીને કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા ધારાસભ્ય છે.


આ બેઠક પર પણ 45 ટકા લઘુમતી મતદારો છે. અબડાસા બેઠક પર કુલ મતદારોની સંખ્યા અંદાજે 2.34 લાખની આસપાસ છે. આ બેઠક પર મુસ્લિમ, દલિત, ક્ષત્રિય, પટેલ, રબારી, કોળી અને ભાનુશાળી સમાજના મતદાતાઓ સૌથી વધુ છે.


2022ની ચૂંટણીઃ-
આ વખતે અબડાસા બેઠક પર પણ ત્રિપાંખિયો જંગ છે. 


પક્ષ    ઉમેદવાર     (હેડર)
ભાજપ    પ્રદ્યુમનસિંહ જાડેજા
કોંગ્રેસ     મામદ જત
આપ    વસંત ખેતાણી


અબડાસા બેઠક પર આમ આદમી પાર્ટીના ઉમેદવાર વસંત ખેતાણીએ ભારતીય જનતા પાર્ટીને ટેકો જાહેર કર્યો છે. 


2017ની ચૂંટણીઃ-
2017માં પણ ભાજપે છબીલ પટેલને ટિકિટ આપી હતી, પરંતુ તેઓ કોંગ્રેસના પ્રદ્યુમનસિંહ જાડેજા સામે ચૂંટણી હારી ગયા હતા. ત્યારબાદ કોંગ્રેસના સીટિંગ ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ ભાજપમાં જોડાયા હતા અને પેટાચૂંટણીમાં ભાજપે તેમને ટિકિટ આપી હતી. આ એવી બેઠક છે કે જેમાં કોંગ્રેસનાં ત્રણ ધારાસભ્યો નિમાબેન આચાર્ય, છબીલ પટેલ અને પ્રદ્યુમનસિંહ જાડેજાએ પક્ષપલટો કર્યો હતો અને ભાજપમાં જોડાયા હતા. ધારાસભ્ય પ્રદ્યુમ્નસિંહ જાડેજાએ કોંગ્રેસના ધારાસભ્ય પદેથી રાજીનામું આપતા કચ્છની અબડાસા બેઠક ખાલી થઇ હતી. તેમણે વર્ષ 2020માં પોતાના પદેથી રાજીનામું આપ્યું હતું. જોકે, બાદમાં સીટ ખાલી થતા પેટા ચૂંટણી જાહેર કરવામાં આવી હતી, ત્યારે તેમણે ભાજપનો કેસરિયો ધારણ કરીને ભાજપની ટિકિટ પરથી ચૂંટણી લડી હતી અને જીત મેળવી હતી.


2012ની ચૂંટણી:-
2012ની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસની ટિકિટ પરથી છબીલ પટેલ ચૂંટાયા હતા. લોકસભા ચુંટણી પૂર્વે ધારાસભ્ય છબીલ પટેલ ભાજપમાં જોડાતા વર્ષ 2014માં પેટાચુંટણી યોજાઈ હતી. જેમાં કોંગ્રેસના શકિતસિંહ ગોહિલ સામે જ ભાજપમાંથી લડેલા છબીલ પટેલ 764 મતથી ચૂંટણી હારી ગયા હતા.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube