નિલેશ જોશી/ઉમરગામ: વલસાડ જિલ્લાના ઉમરગામ જીઆઇડીસીના ગાંધીવાડી વિસ્તારમાંથી એક દોઢ વર્ષની બાળકીના અપહરણની ઘટના પ્રકાશમાં આવતા જિલ્લા ભરની પોલીસ દોડતી થઈ ગઈ હતી. ઘરની બહાર રમી રહેલી બાળકીનું એક યુવક અપહરણ કરી અને જતો હોવાના દ્રશ્યો સીસીટીવી કેમેરામાં દેખાતા જિલ્લા પોલીસવડા સહિત જિલ્લાના ઉચ પોલીસ અધિકારીઓ અને પોલીસના કાફલાએ સમગ્ર વિસ્તાર ખૂંદી અને માત્ર 4 કલાકમાં જ બાળકીને આરોપી સાથે હેમખેમ શોધી અને પરિવારને સોંપી હતી. આમ પોલીસની તાત્કાલિક કાર્યવાહીને કારણે બાળકી સાથે અઘટીત થતું અટક્યું હતું. ત્યારે કોણ છે આ નરાધમ? 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુજરાતના ખેડૂતો પર આવ્યું નવું સંકટ; કપાસના વાવેતરમાં વધ્યો આ રોગનો 'મહાખતરો'


વલસાડ જિલ્લાના ઉમરગામના ગાંધીવાડી વિસ્તારમાં એક શ્રમજીવી પરિવારની બાળકી ઘરની બહાર રમી રહિ હતી. બપોરે ઘરની બહાર રમી રહેલી આ બાળકીને એક યુવક અપહરણ કરી ગયો હતો. જોકે પરિવારને બાળકી ન દેખાતા તેમને આસપાસના વિસ્તારમાં શોધખોળ કરી હતી. પરંતુ ક્યાંય તેનો પત્તો ન લાગતા પરિવારજનોએ તાત્કાલિક પોલીસને જાણ કરી હતી .


કેમ રાહુલ ગાંધીથી પણ વધુ ચર્ચામાં છે આ યુવક? કયા રાજકીય પરિવારનો છે સભ્ય?


બનાવની જાણ થતાજ પોલીસે સમગ્ર બાબતને ગંભીરતાથી લઈ જિલ્લાભરના પોલીસની ઉચ્ચ અધિકારીઓની ટીમ ઉમરગામ પહોંચી હતી. ખુદ જિલ્લા પોલીસવડા ડૉ કરણરાજ વાઘેલાની આગેવાનીમાં પોલીસના કાફલાએ ગાંધીવાડી વિસ્તારને કોર્ડન કરી લીધો હતો. ત્યાર બાદ પોલીસ કાફલા એ સમગ્ર વિસ્તારના ખૂણે ખૂણે તપાસ હાથ ધરી હતી. આ સર્ચ કરતા બાળકી એક ચાલી રૂમમાંથી આરોપી સાથે મળી આવી હતી. આથી બાળકીનો કબજો લઈ તેના મેડિકલ ચેકઅપ સહિતની કાર્યવાહી કરવામાં આવી હતી. સદનસીબે મેડિકલ ચેક અપ દરમિયાન બાળકી સાથે કઈ અઘટિત થયું ન હતું. પરંતુ પોલીસની તાત્કાલિક કાર્યવાહીને કારણે આરોપી બાળકીને બચાવી લેવાઈ હતી.


ઓંકી જશો! જો તમે બહારનું ખાવાના શોખીન હોય તો ચેતી જજો, સેન્ડવીચમાં એવી વસ્તુ નીકળી..


મહત્વપૂર્ણ છે કે થોડા દિવસ અગાઉ વાપીના ડુંગરા વિસ્તારમાં એક માસુમ બાળકીના અપહરણ બાદ તેના પર દુષ્કર્મ આચર્યું હતું. અને ત્યારબાદ તેની હત્યા કરી નાખી હતી. આ ઘટનાના હજુ ગણતરીના દિવસો જ વીત્યા છે .ત્યારે ફરી એક વખત એક માસુમના અપહરણને કારણે પોલીસ દોડતી થઈ ગઈ હતી. બનાવને ગંભીરતાથી લઈ માસુમને હેમખેમ બચાવી અને પરિવારને સોંપી હતી. વલસાડ જિલ્લા પોલીસની તાત્કાલિક કાર્યવાહીને કારણે એક માસુમ બાળકી વાપીના ડુંગરામાં બનેલી દુઃખદ ઘટના જેવી એક દુઃખદ ઘટના ઘટીત થતા અટકી હતી.


ગુજરાતની દાબેલીને ઈન્દોરમાં મળ્યો નવો ટેસ્ટ, એવી રીતે પીરસાઈ કે ચટોરા પણ ખાવા દોડ્યા


જો કે આ અપહરણના આ કિસ્સા માં ઉમરગામ પોલીસના પીઆઈ મોરીની આગેવાનીમાં પોલીસે અભૂતપૂર્વક કામગીરી કરી છે. પોલીસે તમામ વિસ્તારના સીસીટીવી તપાસ્યા હતા. જેમાં એક કેમેરા આરોપી બાળકીને લઇને જતો સ્પષ્ટ દેખાઈ રહ્યો હતો .જેના કારણે પોલીસે તમામ ચાલીઓમાં કોમ્બિંગ હાથ ધર્યું હતું. અને અંતે આરોપી ઝડપાઇ ગયો હતો. અત્યારે મૂળ બિહારના આરોપી રાજેશ માંઝીની ધરપકડ કરી તેને સળિયા પાછળ ધકેલી દીધો છે.


ટાલિયા બની જાવ તે પહેલાં પીવાનું શરૂ કરી દો આ 5 જ્યુસ, અટકી જશે ખરતા વાળ


પોતાના બાળકોને કોઈના ભરોશે રમવા મોકલતા વાલીઓ માટે આ કિસ્સો લાલ બત્તી સમાન છે. આ કિસ્સામાં તો ઉમરગામ પોલીસની તાત્કાલિક એક્શન કામગીરીને કારણે માસૂમ સાથે કોઈ પણ અઘટિત ઘટના થાય તે પહેલા જ આરોપી પોલીસ પાંજરે પૂરાઈ ગયો છે અને બાળકીનું અપહરણ કેમ કર્યું હતું? તે જાણવા અને આરોપીના ગુનાહિત ભૂતકાળ જાણવા ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી હતી.