યશ કંસારા/ગાંધીનગર : ગુજરાતમાં બહુ ગાજેલા હાઇપ્રોફાઇલ બાળક શિવાંશના કેસમાં ગણત્રીની કલાકોમાં જ નરાધમ પિતાને ઝડપી પાડનાર ટીમમાં સૌથી મહત્વની ભુમિકા ભજવનાર બંન્ને ઉચ્ચ અધિકારીઓએ કુશળતા પુર્વક આ કેસ સોલ કર્યો છે. ગાંધીનગર રેન્જ આઇજી અભય ચુડાસમા અને મયુર ગાંધીનગર એસપી મયુર ચાવડાની આ જોડી ભલભલા કુખ્યાત આરોપીનો દાંત ખાટા કરી ચુકી છે. દેખાવે સૌમ્ય દેખાતી આ જોડી જ્યારે એક્શન મોડમાં આવે છે ત્યારે ભલભલા અસામાજિક તત્વો અને આતંકવાદીઓ પણ થથરી ઉઠે છે. આ જોડી અગાઉ પણ એવા કારનામા કરી ચુકી છે કે, જે જોઇને ભલભલા પોલીસ અધિકારીઓ મોમાં આંગળા નાખી ગયા હતા. શિવાંશ કેસમાં 24 કલાક જેટલા સમયમાં શિવાંશને રઝળતો મુકી જનાર પિતાની ન માત્ર ઓળખ કરી પરંતુ તેના પિતાની ધરપકડ પણ કરી લીધી હતી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

'અ'સંસ્કારી નગરી? વડોદરામાં વ્યાભિચારનાં જ કિસ્સામાં PI એ જુલાઇમાં, સચિને ગુરૂવારે સ્ત્રીમિત્રની હત્યા કરી


બપોર સુધીમાં સમગ્ર કેસમાંથી દુધનુ દુધ અને પાણીનું પાણી કરીને સમગ્ર કેસ ઉકેલી નાખ્યો. અત્રે નોંધનીય છે કે, આ કેસ પર ગૃહમંત્રી હર્ષ સંઘવી પોતે સીધી નજર રાખી રહ્યા હતા ત્યારે આ હાઇપ્રોફાઇલ કેસને ઉકેલવો પોલીસ માટે પડકાર બની ગયો હતો. આ કેસમાં કડીના નામે માત્ર ખુબ જ ધુંધળો CCTV ફૂટેજ હતું. જો કે આ રજકણ જેવા પુરાવા માત્રથી સમગ્ર કેસને ઉકેલવામાં પોલીસ ઉચ્ચ અધિકારીઓ અને પોલીસ સ્ટાફની ખુબ જ મહત્વપુર્ણ ભુમિકા રહી હતી. ધુંધળા સીસીટીવીમાંથી ગાડીનો નંબર મેળવી, તેના પરથી ઘરનું એડ્રેસ મેળવી અને સચિન દીક્ષિતની બહારના રાજ્યમાંથી ધરપકડ કરીને લાવીને હિનાના કેસ પરથી પરદો ઉચકવા સુધી તબક્કાવાર હાઇપ્રોફાઇલ કેસને ખુબ જ સાવચેતી પુર્વક ઉકેલ્યો હતો. અત્રે નોંધનીય છે કે, આરોપી સચિન દીક્ષિતની માનસિક સ્થિતિ ખુબ જ ખરાબ હતી. તેવામાં તેની પાસે્થી માહિતી કઢાવવી ખુબ જ પડકારજનક બાબત હતી. તેવામાં તેના પર બળપ્રયોગ નહી પરંતુ કળપ્રયોગ દ્વારા એટલે કે વિશ્વાસમાં લઇને સમગ્ર મામલો ઉકેલ્યો હતો. 


નિર્માતાને પણ ચક્કર આવે તેવી હિના-સચિનની પ્રેમ કહાણી, ક્યાંય ન હોય તેવી EXCLUSIVE માહિતી


જો કે આ બંન્ને અધિકારી અગાઉ 2008 નો સમગ્ર ગુજરાતને ઝકઝોરી મુકનારા અમદાવાદ સિરિયલ બ્લાસ્ટ કેસનો ઉકેલ લાવ્યા હતા. આ જોડીએ ન માત્ર અમદાવાદ સિરિયલ બ્લાસ્ટ કેસ ઉકેલ્યો પરંતુ માત્ર 19 દિવસોમાં જ ઉકેલી નાખ્યો હતો. મુફ્તી અબુ બશીરને ઝડપી લઇને સમગ્ર ગુજરાતના સ્લીપર સેલના નેટવર્કને ભાંગી નાખ્યું હતું. આ બંન્નેની કાબેલિયતના વખાણ કરતા તે સમયના એક ઉચ્ચ પોલીસ અધિકારીએ કહ્યું હતું કે, આ કેસ ડિટેક્શન ભારતીય પોલીસ ઇતિહાસનું સૌથી મોટુ ડિટેક્શન છે. આ ડિટેક્શન બાદ ન માત્ર સમગ્ર ભારતમાં સ્લિપર સેલનું નેટવર્ક ભાંગી પડ્યું છે પરંતુ સિરિયલ બ્લાસ્ટની આખી પેટર્ન જ દેશમાંથી ખતમ થઇ ગઇ છે. ત્યાર બાદ કોઇ સિરિયલ બ્લાસ્ટ થયાની ઘટના સામે આવી નથી. આ તમામ શ્રેય અભય ચુડાસમા, મયુર ચાવડા અને ક્રાઇમબ્રાંચને જાય છે. 


GUJARAT CORONA UPDATE: નવા 18 કેસ, 17 રિકવર થયા, એક પણ મોત નહી


મુફ્તી અબુ બશીરની ધરપકડ બાદ ન માત્ર અમદાવાદ બ્લાસ્ટ પરંતુ સમગ્ર દેશમાં થયેલા અનેક બ્લાસ્ટના ખુલાસા થયા હતા. જેની નોંધ અનેક રાજ્યોની પોલીસ, સ્થાનિક સરકારો, કેન્દ્રીય એજન્સીઓ અને ગુપ્તચર શાખાઓએ પણ લીધી હતી. ત્યાર બાદ ભટકલ બંધુઓની ધરપકડ કરવામાં પણ સફળતા મળી હતી. આ ઘટનાને તમામ સુરક્ષા ફોર્સ દ્વારા દેશના આતંકવાદના ઇતિહાસનું સૌથી મોટુ ડિટેક્શન ગણાવવામાં આવ્યું હતું. આ ડિટેક્શન બાદ દેશમાં ક્યારે પણ સિરિયલ બ્લાસ્ટ નથી થયા અને ભટકલ બંધુ અને સિમિનું સમગ્ર સ્લિપર સેલ નેટવર્ક નેસ્તોનાબુદ થઇ ગયું છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube