સંદીપ વસાવા/સુરત: વિદેશથી આવેલા 75 જેટલા પત્રકારો એ ઓલપાડ તાલુકાના એક ફાર્મની મુલાકાત લીધી. સુભાષ પાલેકર કૃષિ પદ્ધતિથી ખેતી કરતા ફાર્મમાં એક સાથે 60થી વધુ પાકો લેવામાં આવી રહ્યા છે. મહત્વનું છે કે આ ફાર્મમાં રસાયણ મુક્ત પ્રાકૃતિક ખેતી કરવામાં આવે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

CNG Pump: ગુજરાતમાં આવતીકાલે CNG પંપ બંધ રહેશે કે ચાલું? વાહન ચાલકો માટે મોટા સમાચાર


ઓલપાડના કાંઠા વિસ્તારમાં મોટા ભાગે ખાર વાળી જમીન છે અને જેને કારણે અહીં ખેતી કરવી મુશ્કેલ છે. છતાં પણ અહીંયા વરસાદની સીઝન દરમ્યાન ડાંગરનો પાક લેવામાં આવે છે. તેમજ કેટલાક વિસ્તારમાં નહેરોના પાણી થકી શાકભાજી પણ બનાવવામાં આવે છે. બાકીના વિસ્તારમાં દરિયાઈ મેવો ગણાતા ઝીંગાની ખેતી કરવામાં આવે છે.


10થી વધુ ગેસ સિલિન્ડર ફાટતાં અફરાતફરીનો માહોલ, પ્રચંડ અવાજના કારણે ઘરોની દીવાલો ફાટી


જોકે ઓલપાડ તાલુકાના સરસ ગામે રાજદીપ ભાઈ નામના ખેડૂતે રણ માં કમલ ખીલવવા જેવું કામ કર્યું છે ,રાજદીપ પટેલે ખાર વાળી જમીન માં સુભાષ પાલેકર પદ્ધતિ થી ખેતી કરી ને પોતાની 8 વીંઘા જેટલી જગ્યા માં વન વગડો તૈયાર કર્યો છે અને આ વગડામાં 60 થી વધુ એવા પાકો લઈ રહ્યા છે જે સારી જમીન માં તો ઠીક પરંતુ ગુજરાત પ્રદેશમાં થતા નથી.


સુરતમાં બાળકી પીંખાતા બચી! બાળકીને લાલચ આપી નરાધમ ઝાડીઓમાં લઇ ગયો અને કપડા ઉતારી…


રાજદીપ ભાઈના વન વગડામાં સામન્ય રીતે બધા જ પાકો લેવામાં આવ્યા છે, પરંતુ ગુજરાતમાં નથી થતા એવા અંજીર, એલચી, કાજુ તેમજ કાશ્મીરમાં થતા સફરજનના પાકો પણ લેવામાં આવી રહ્યા છે. સાથે સાથે વિદેશમાં થતા બ્રોકલી, તેમજ પર્પલ કોબીજ, ડ્રેગન ફ્રુટ તેમજ રબરના છોડ પણ સારી રીતે ઉછરી રહ્યા છે. રાજદીપ ભાઈ આ તમામ ખેતી પ્રાકૃતિક રીતે સુભાષ પાલેકર કૃષિ પદ્ધતિથી રસાયણ મુક્ત રીતે કરી રહ્યા છે. 


ગુજરાતમાં અહીં ગેરકાયદે બનાવેલું વ્હાઈટ હાઉસ તોડી પડાયું! HC એ આપ્યું મોટું નિવેદન


આજે સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના કાંઠા વિસ્તારમાં આવેલ સરસ ગામ ખાતે આવેલા આ ફાર્મની મુલાકાત લેવા દુનિયા ભરના અલગ અલગ 45 દેશોમાંથી લગભગ 75 જેટલા કૃષિ વિશે લખતા પત્રકારો મુલાકાતે આવ્યા હતા. દરિયાઈ પટ્ટીના આ ખારપાટ વચ્ચે વિસ્તારની વચ્ચે આવી ખેતી જોઈ વિદેશી પત્રકારો પણ મંત્રમુગ્ધ થયા હતા.